કલકત્તા: પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ત્રાટકેલા ચક્રવાત અમ્ફાન દ્વારા થયેલા નુકસાન અને વિનાશની આકારણી કરતી વખતે કલકત્તા કોલેજ સ્ટ્રીટની તસવીર હૃદયદ્વાવક છે.
ચક્રવાત અમ્ફાન: કોલકાતાની કોલેજ સ્ટ્રીટમાં પાણી ભરાયા, હજારો પુસ્તકપ્રેમીઓના સપના ડૂબી ગયા - પશ્ચિમ બંગાળ
ચક્રવાત અમ્ફાને કારણે કોલકાતાની કોલેજ સ્ટ્રીટમાં પાણી ભરાયા હતા. જેના કારણે હજારો પુસ્તકો પાણીમાં તણાઈ ગયા હતા અને હજારો પુસ્તક પ્રેમીઓના સપના ડૂબી ગયા છે.
કલકત્તા કોલેજ સ્ટ્રીટ
કલકત્તા કોલેજ સ્ટ્રીટ જે બોઈ પારાના નામે જાણીતી છે. એશિયાના સૌથી મોટા પુસ્તક બજારોમાં તેની ગણના થઈ રહે છે. આ વિસ્તારનું નામ આસપાસની કોલેજો અને યુનિવર્સિટીઓના કારણે આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અમ્ફાન ચક્રવાતમાં 50થી 60 લાખ રૂપિયાના પુસ્તકોનો નાશ થયો છે. જેના કારણે પુસ્તક પ્રેમીઓનો શોકમાં ગરકાવ થઈ ગયો છે.