નવી દિલ્હીઃ દિલ્હી સ્થિત કોંગ્રેસ પાર્ટીના મુખ્ય કાર્યાલય ખાતે દિલ્હી હિંસા મામલે કોંગ્રેસ વર્કિંગ કમિટી(CWC)ની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં હાલ દેશનો સળગતો મુદ્દો દિલ્હી હિંસા મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે.
દિલ્હી હિંસા મામલે CWCની બેઠક, રાહુલની ગેરહાજરી - દિલ્હી હિંસા પર કોંગ્રેસ બેઠક
દિલ્હી સ્થિત કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ખાતે CWCની બેઠક યોજાઈ છે. આ બેઠક દિલ્હીમાં થતી હિંસા મામલે ચર્ચા કરવામાં આવી રહી છે, પરંતુ આ બેઠકમાં રાહુલ ગાંધી હાજર રહ્યાં નથી.
New Delhi
કોંગ્રેસ વર્કિંગ કમિટિ(CWC)ની આ બેઠકમાં કોંગેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને અને પાર્ટી સચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ઉપસ્થિત રહ્યાં છે. આ બેઠકમાં દિલ્હીમાં થતી હિંસા પર ચર્ચા કરવામાં આવી રહી છે. જો કે, આ બેઠકમાં કોંગ્રેસ સચિવ રાહુલ ગાંધી હાજર રહ્યાં નહોતા.
નોંધનીય છે કે, CAAનો વિરોધ અને સમર્થન હિંસા પેદા કરી રહ્યું છે. આ હિંસામાં છેલ્લા બે ત્રણ દિવસમાં 18 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે.