ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેરળ સોનાની તસ્કરી મામલોઃ અદાલતમાં જમા થયું સ્વપ્ના સુરેશનું નિવેદન - \latestgujaratinews

કેરળમાં સોના તસ્કરી મામલાના મુખ્ય આરોપી સ્વપ્ના સુરેશના નિવેદનની એક કોપી કસ્ટમ વિભાગે મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ અદાલતને આપી છે. સીલબંધ કવરમાં અદાલતને 32 પાનાનું નિવેદન સોંપવામાં આવ્યું છે.

Kerala Gold smuggling
Kerala Gold smuggling

By

Published : Aug 4, 2020, 12:43 PM IST

તિરુવનંતપુરમ: કસ્ટમ વિભાગે કેરળ સોનાની તસ્કરી મામલાના આરોપી સ્વપ્ના સુરેશના નિવેદનની એક કોપી એડિશિનલ મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ કોર્ટને સોંપી છે. આવું પ્રથમ વખત છે કે, કસ્ટમ વિભાગે સોનાની તસ્કરી મામલે એક અભિયુક્ત દ્વારા આપેલા નિવેદનની કોપી રજૂ કરી હોય.

સીલબંધ કવરમાં અદાલતને 32 પાંનાની કોપી સોંપવામાં આવી છે. આ પહેલા કસ્ટમ વિભાગે સ્વપ્ના સુરેશની 5 દિવસ પુછપરછ કરી હતી. એનઆઈએ કોર્ટ આરોપી કેટી રમીજીની કસ્ટડીમાં ત્રણ દિવસનો વધારો કર્યો છે. કેટી રમીજીને 7 દિવસ સુધી National Investigation Agency (NIA)એ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. જે આજે સમાપ્ત થશે, પરંતુ હવે કસ્ટડીને 7 ઓગસ્ટ સધી વધારવામાં આવી છે.

જે વચ્ચે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ કેરળમાં 6 સ્થાનો પર આ હાઈપ્રોફાઈલ સોના તસ્કરી મામલે તપાસ હાથ ધરી હતી. એજન્સીએ છેલ્લા 3 દિવસમાં 6 લોકોની ધરપકડ કરી છે. આ મામલે અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરાઈ છે.

તમને જણાવી દઈએ કે, ત્રિવેન્દ્રમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 5 જુલાઈના રોજ કસ્ટમ કમિશનરેટ, કોચિન દ્વારા 14.82 કરોડ રુપિયાના 24 કેરેટના 30 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details