નવી દિલ્હી: રાજધાની દિલ્હીના IGI એરપોર્ટના ટિર્મિનલ-3 પર કસ્ટમ વિભાગે કુવૈતથી દિલ્હી આવેલા 2 ભારીતયોને 410 ગ્રામ સોના સાથે ઝડપી પાડ્યાં હતાં. કસ્ટમના એડિશનલ કમિશ્નર જયંત સહાય મુજબ જ્યારે બન્ને યાત્રિયો દ્વારા ગ્રીન ચેનલ ક્રોસ કરવા ગયા ત્યારે કસ્ટમ અધિકારીઓને તેમની પર શક જતા તેમની તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન ગોલ્ડ પેસ્ટના 6 પેકેટ ઝડપી પાડ્યા હતા. જેમાંથી 410 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું
દિલ્હી એરપોર્ટથી 410 ગ્રામ સોનું જપ્ત, 2ની કરી ધરપકડ
કસ્ટમ ડિપાર્ટમેન્ટની ટીમે કુવૈતથી દિલ્હી આવેલા 2 ભારતીય યાત્રિકો પાસેથી 410 ગ્રામ સોનું ઝડપી પાડ્યું છે. આ સોનાની કિંમત 14 લાખ 60 હજાર છે. બંનેની ધરપકડ કરવામાં આવી છે.
દિલ્હી એરપોર્ટથી કસ્ટમ વિભાગે 410 ગ્રામ સોના સાથે 2 યાત્રિકોની કરી ધરપકડ
બંનેની પૂછપરછ દરિમયાન યાત્રિયોએ જણાવ્યું હતું કે, લગભગ 18 લાખથી પણ વધુ સોનાની સ્મગલિંગ કરી ચૂક્યા છે. કસ્ટમ વિભાગ દ્વારા સોનાને કસ્ટમ એક્ટના સેક્શન 110 અંતર્ગત જપ્ત કરવામાં આવ્યું છે. જો કે કો-સેક્શન 104ના અંતર્ગત બન્ને યાત્રિયોની ધરપકડ કરવામાં આવી છે.