નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન જેવા વીવીઆઈપી માટે આજે વિશેષ એરોપ્લેન અમેરિકાથી આવશે. આ વિશેષ એરોપ્લેન બી 777એ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે તેમ જ હજારો ફૂટની ઊંચાઈએ પણ પ્લેનમાં ઓડિયો વીડિયો તમામ પ્રકારથી માહિતી સંચાર થઈ શકશે. આ પ્લેનની સિસ્ટમને કોઈ પણ હેકર હેક નહીં કરી શકે. આમ તો આ પ્લેન ઓગસ્ટમાં જ આવી જવાનું હતું, પરંતુ ટેક્નિકલ કારણોસર આ પ્લેન આજે આવી રહ્યું છે.
રાષ્ટ્રપતિ-વડાપ્રધાન જેવા વીવીઆઈપી માટે આજે અમેરિકાથી વિશેષ પ્લેન આવશે - વીવીઆઈપી માટે કસ્ટમ મેડ બી777 પ્લેન
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન જેવા વીવીઆઈપી માટે આજે વિશેષ એરોપ્લેન અમેરિકાથી આવશે. આ વિશેષ એરોપ્લેન બી 777એ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે તેમ જ હજારો ફૂટની ઊંચાઈએ પણ પ્લેનમાં ઓડિયો વીડિયો તમામ પ્રકારથી માહિતી સંચાર થઈ શકશે. આ પ્લેનની સિસ્ટમને કોઈ પણ હેકર હેક નહીં કરી શકે.
![રાષ્ટ્રપતિ-વડાપ્રધાન જેવા વીવીઆઈપી માટે આજે અમેરિકાથી વિશેષ પ્લેન આવશે રાષ્ટ્રપતિ-વડાપ્રધાન માટે આજે અમેરિકાથી વિશેષ પ્લેન આવશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9006834-thumbnail-3x2-aeroplane.jpg)
આ પ્લેનને એર ઈન્ડિયા વન નામ આપવામમાં આવ્યું છે, જે ગુરુવારે બપોરે 3 વાગ્યે ટેક્સાસથી દિલ્હી એરપોર્ટ પર આગમન કરશે. જ્યારે બાકીના બી 777 પ્લેન ટૂંક સમયમાં ભારત આવશે. કોવિડ-19ના કારણે પ્લેનને આવતા વાર લાગી હતી. આ વિશેષ પ્લેન એર ઈન્ડિયાના પાયલટ નહીં પરંતુ ઈન્ડિયન એર ફોર્સના પાયલટ ઉડાવશે. હાલમાં આ પ્લેન રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન માટે છે. જ્યારે એર ઈન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસીઝ લિમિટેડ દ્વારા આ પ્લેનને મેઈન્ટેઈન કરવામાં આવશે. આ અગાઉ આ પ્લેનનો ઉપયોગ ઈન્ડિયન નેશનલ કરિયર દ્વારા કોમર્શિયલ કામો માટે ઉપયોગ કરવામાં આવતો હતો. 2018 પછી આ પ્લેનને બોઈંગ મોકલવામાં આવ્યા હતા, જેથી આ પ્લેનનો ઉપયોગ વીવીઆઈપીઓ માટે કરી શકાય.
આ પ્લેનમાં મિસાઈલ પણ સજ્જ કરવામાં આવી છે. અમેરિકા ભારતને આ પ્લેન આપવા માટે ફેબ્રુઆરીમાં તૈયાર હતું, પરંતુ કોવિડ-19ના કારણે આ પ્લેનને ભારત આવતા મોડું થઈ ગયું. જ્યારે આ પ્લેનની કિંમત 190 મિલિયન યુએસ ડોલર છે.