જયપુર: જયપુર એરપોર્ટ પર કસ્ટમ વિભાગે 32 કિલો સોનું પકડ્યું છે. આ સોનું દુબઇથી જયપુર લઇ આવવામાં આવતું હતું. આ દરમિયાન કસ્ટમ વિભાગે કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં કસ્ટમ વિભાગે ત્રણ ફ્લાઇટમાંથી કુલ 14 તસ્કરોની ધરપકડ કરી હતી. આ તસ્કરોએ કુલ 32 કિલો સોનું ઇમરજન્સી લાઇટની બેટરીમાં ભરી દીધું હતું. આ સોનાની કિંમત 16 કરોડ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
જયપુર એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે 32 કિલો સોનું પકડ્યું, 14 તસ્કરની ધરપકડ
કસ્ટમ વિભાગે જયપુર એરપોર્ટ પરથી 32 કિલો સોનું પકડ્યું છે. આ સાથે કસ્ટમ વિભાગે 3 ફ્લાઇટમાંથી કુલ 14 તસ્કરની ધરપકડ કરી છે. જેની હાલ પૂછપરછ ચાલુ છે.
કસ્ટમ વિભાગે કેન્દ્ર સરકાર તરફથી વંદે ભારત મિશન ચલાવીને વિદેશમાં ફસાયેલા રાજસ્થાનીઓને પરત રાજસ્થાન લાવી રહ્યી છે. આશરે 4 મહિનાના સમયગાળા પછી જયપુર એરપોર્ટ પર શુક્રવારના રોજ સોનાની દાણચોરી કરનારી મોટી ગેંગનો પર્દાફાશ થયો છે.
તમને જણાવી દઈએ કે, આ મામલો સ્પાઇસ જેટની ફ્લાઇટમાં સામે આવ્યો છે. શુક્રવારે દુબઇથી જયપુર જતા વંદે ભારત મિશન અંતર્ગત જયપુર એરપોર્ટ પર 5 મુસાફરો પાસેથી 5 કરોડનું સોનું ઝડપ્યું હતું. કસ્ટમ વિભાગના અધિકારીઓએ આ સોનાની કિંમત આશરે 4.70 કરોડ રૂપિયા આંકી હતી. કસ્ટમની એર ઇન્ટેલિજન્સ વિંગે તમામ તસ્કરોને પોતાના કબજેમાં લઈ લીધા છે.