ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તમારા તણાવને વેલેરિયન ઔષધિથી દૂર કરો - Nervous Disorders

વેલેરિયન ઔષધિ તણાવ અને ઉંઘની બીમારીઓના ઈલાજ માટે જાણીતી છે. આ ઔષધિના ઘણાં ફાયદા છે. તેનું વૈજ્ઞાનિક નામ વેલેરીઆના વાલિચિ છે. તે મૂળભૂત રીતે યુરોપ અને એશિયાના કેટલાક ભાગોમાં જોવા મળે છે.

Cure Your Stress With Valerian Herb
તમારા તણાવને વેલેરિયન ઔષધિથી દૂર કરો

By

Published : Aug 6, 2020, 4:31 PM IST

ન્યૂઝ ડેસ્કઃ વેલેરિયન ઔષધિ તણાવ અને ઉંઘની બીમારીઓના ઈલાજ માટે જાણીતી છે. આ ઔષધિના ઘણાં ફાયદા છે. તેનું વૈજ્ઞાનિક નામ વેલેરીઆના વાલિચિ છે. તે મૂળભૂત રીતે યુરોપ અને એશિયાના કેટલાક ભાગોમાં જોવા મળે છે. ઉત્તરાખંડથી આયુર્વેદમાં નિષ્ણાત વી.પ્રસાદ(એમડી અને પીએચડી) કહે છે કે, વેલેરિયન ઔષધિ હિમાલયમાં જોવા મળે છે. આ ઔષધિના મૂળનો ઉપયોગ કરવામાં આવે છે. તેના મૂળમાં ફેટી એસિડ અને તેલ હોય છે. તેથી તેમાં તીવ્ર ગંધ અને કડવો સ્વાદ હોય છે.

આ ઓષધિના કેટલાંક ફાયદા

નર્વસ ડિસઓર્ડર

  • કોઈ પણ પ્રકારની ઉત્તેજનાને ઘટાડે છે.
  • તણાવ દૂર કરે છે.
  • જો ઉંઘ ના આવતી હોય તો આ ઔષધિ ખૂબ ઉપયોગી નીવડે છે.

હ્રદય
નર્વસ ડિસઓર્ડરને લીધે, આપણા હૃદયની જેમ અન્ય ઘણા અવયવોને અસર થઈ શકે છે. શરૂઆતમાં ધબકારા વધુ થાય છે અને પછી હૃદયની સ્નાયુઓની ક્રિયા ઓછી થાય છે. આવી પરિસ્થિતિઓમાં પણ વેલેરિયન મૂળનો ઉપયોગ થાય છે..

એન્ટિઓક્સિડેટીવ

સામાન્ય રીતે શરીરમાં નકામા પદાર્થો પેશાબ, મળ વગેરેના સ્વરૂપમાં વિસર્જન કરવામાં આવે છે. જો કે, કેટલીકવાર તે નકામા પદાર્થો કોઈ પ્રકારે રહી જાય છે અને શરીરમાં એકઠા થઈ જાય છે. જેનાથી અમુક રોગો થાય છે. આ રોગો દૂર કરવા વેલેરિયન મદદરૂપ થઈ શકે છે.

અન્ય બીમારીઓ જેમાં વેલેરિયન મદદરુપ થઈ શકે છે

  • લકવો
  • પાર્કિન્સન્સ
  • ડાયાબિટીસ
  • હિસ્ટિરિયા
  • એપીલેપ્સી
  • માનસિક વિકાર
  • આંખના વિકાર
  • માસિક સમસ્યાઓ, વગેરે.

દવાની માત્રા

આ દવા લેતાં પહેલા ડૉક્ટરની સલાહ લેવી આવશ્યક છે. ડૉક્ટર પ્રસાદ કહે છે કે, વેલેરિયન દવા પાવડરમાં મળે છે. તમે 250 મિલિગ્રામથી લઈને 1 ગ્રામ સુધી ડૉક્ટરની સલાહ મુજબ લઈ શકો છો. જો આ દવાને ડૉક્ટરની સલાહ વિના લાંબા સમય સુધી લેવામાં આવે તો તણાવ, હ્રદયના ધબકારા ધીમા થવા, ઉલ્ટી અને માથુ દુઃખવા જેવી સમસ્યા થઈ શકે છે.

આ સમયમાં કે જ્યાં લોકો વૈકલ્પિક ઉપચાર તરફ વળી રહ્યાં છે. રાસાયણિક રૂપે બનાવેલી દવાઓની જગ્યાએ, આવી ઔષધિઓ નહીવત અથવા ખૂબ ઓછી આડઅસરો વિના, મદદરૂપ થાય છે. તેથી, આજે જ્યારે ઘણા લોકો ગતિશીલ, સ્પર્ધાત્મક અને અનિશ્ચિત જીવનને કારણે તાણ, અસ્વસ્થતા અને ઉંઘની સમસ્યાથી પીડાઈ રહ્યાં છે, ત્યારે વેલેરિયન ઔષધિ ખૂબ જ મદદરૂપ થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details