વિશ્વભરમાં ક્રુડ ઓઇલના ભાવ ઘટી રહ્યા હોવા છતા રાજ્ય સંચાલીત ઓઇલ કંપનીઓ તે ભાવને અવગણીને પણ 7 જૂનથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી રહી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર એક્સાઇઝ ડ્યુટી લગાવી રહી છે. તો બીજી તરફ કર્ણાટક, તમીલનાડૂ, દિલ્હી અને ઝારખંડ જેવા રાજ્યોમાં વેટ લાગુ કરવામાં આવ્યો છે જેના પરીણામે ત્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવો આસમાને પહોંચ્યા છે. કોરોનાની મહામારી બાદ પણ ધંધા અને જીવનનિર્વાહ મુસીબતમાં હોવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ હાનીકારક સાબીત થઈ રહ્યા છે.
ક્રુડ ઓઇલની કીંમત ઓછી હોવા છતા પેટ્રોલના ભાવ વધી રહ્યા છે - CRUDE CHEAP BUT PETROL PRICE HIKED
પેટ્રોલ અને ડીઝના વધતા ભાવો સામાન્ય માનવીને સતત અસર કરી રહ્યા છે. ટડેઇલી પ્રાઇઝ રીવીઝન મીકેનીઝમટ અંતર્ગત ઓઇલ માર્કેટીંગ કંપની (OMC) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો અને ઘટાડો કરે છે. જ્યારે ઓક્ટોબર 2018માં ક્રુડ ઓઇલનો ભાવ 81.03 યુએસ ડૉલર હતો ત્યારે પેટ્રોલનો ભાવ 80 રૂપિયા સુધી વધ્યો હતો. એ જ સમયે ડીઝલના ભાવ 75 રૂપિયાને આંબી ગયા હતા. વિશ્વભરમાં ખનીજ તેલના ભાવમાં 40 યુએસ ડૉલર સુધીનો ઘટાડો આવ્યો છે ત્યારે પણ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો આસમાને જઈ રહ્યા છે. દેખીતી રીતે જ રાજ્ય સરકારની માલિકીની ઓઇલ કંપનીઓ લોકડાઉનના સમયગાળા દરમીયાન થયેલા નુકસાનની ભરપાઈ કરી રહી છે. મહામારીના સમયગાળા દરમીયાન ક્રુડ ઓઇલની માંગ તળીયે પહોંચી હતી. વધારામાં રશીયાએ ખનીજ તેલનુ ઉત્પાદન ઘટાડવાની ના પાડી ત્યાર બાદ માર્ચ 2020માં રશીયા અને સઉદી વચ્ચે ‘ઓઇલ વોર’ પણ છેડાઈ હતી. પરીણામે ક્રુડ ઓઇલનો ભાવ બેરલ દીઠ 15.98 USDએ પહોંચી ગયો હતો જે છેલ્લી કેટલીક સદીઓ દરમીયાનના ભાવમાં સૌથી નીચો હતો.
આ વર્ષની શરૂઆતમાં ક્રુડ ઓઇલનો બેરલ દીઠ ભાવ 70 યુએસ ડૉલરે પહોંચ્યો હતો પરંતુ ત્રણ મહિનાની અંદર આ ભાવ લગભગ અડધાથી નીચે પહોંચી ગયો છે. પરંતુ ભારતમાં લાદવામાં આવેલા ટેક્સને કારણે ભારતીયોને વૈશ્વિક ભાવઘટાડાનો કોઈ ફાયદો મળ્યો નહી. હકીકતમાં ભારતીયો પેટ્રોલ અને ડીઝલ પર સૌથી વધુ ટેક્સ ચુકવી રહ્યા છે. રંગનાથન કમીટીએ આપેલા એક અંદાજ પ્રમાણે ટેક્સની કુલ આવકના 56% ટેક્સ પેટ્રોલ અને 36% ટેક્સ ડીઝલમાંથી મળી રહ્યો છે. એક વિશ્લેષણમાં સામે આવ્યુ હતુ કે ટેક્સની આવકનો લગભગ 52% ભાગ કેન્દ્રને જ્યારે 48% ભાગ રાજ્યને મળે છે. જ્યારે ક્રુડ ઓઇલનો વૈશ્વિક ભાવ ગગડ્યો હતો એ દરમીયાન નવી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 75 રૂપિયાએ પહોંચ્યો હતો.
‘પેટ્રોલીયમ પ્લાનીંગ એન્ડ એનાલીસીસ સેલ’ના રીપોર્ટ પ્રમાણે, પેટ્રોલીયમ સેક્ટરમાંથી કેન્દ્ર અને રાજ્યની સંયુક્ત આવક વર્ષ 2014માં 3.32 લાખ કરોડ હતી જે વર્ષ 2019માં બમણી થઈને 5.95 લાખ કરોડ સુધી પહોંચી હતી. હાલમાં વધેલા ભાવો બાદ કેન્દ્ર સરકારને વધારાની 1.7 લાખ કરોડની આવક થવાની સંભાવના છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલના ભાવમાંથી થઈ રહેલી આવકનો લાભ લેવા માટે ઉત્સુક દેખાઈ રહી છે કારણ કે તે દેશની જનતાને સતત ક્રુડ ઓઇલના વૈશ્વિક ભાવઘટાડાથી વંચીત રાખવાની કોશીષ કરી રહી છે. લોકોને અને તેમના જીવનને ક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલી વધ-ઘટથી બચાવવાને બદલે કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલના ભાવના નામે લોકો પાસેથી થતી આ સુવ્યવસ્થિત લુંટનો આનંદ માણી રહી હોય તેવુ લાગી રહ્યુ છે. આ તમામનો અંત લાવવાનો એક માત્ર રસ્તો પેટ્રોલીયમ પેદાશોને GST ના દાયરામાં લાવવો એ જ છે !