નવી દિલ્હી: દિલ્હીમાં CRPFના 55 વર્ષીય જવાનનું કોરોના વાઈરસના કારણે મોત નિપજ્યું હતું. તેનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા 24મી એપ્રિલના રોજ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ જવાન આસામના બારપેટા જિલ્લાના સરપ્તાના રહેવાસી હતો. દિલ્હી સ્થિત સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની 31મી બટાલિયન સાથે જોડાયેલો હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આંતરિક સલામતી અને સરહદની સુરક્ષા માટેના આશરે 10 લાખ કર્મચારીઓની મજબૂત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ) અથવા અર્ધલશ્કરી દળોમાં રોગચાળાને લીધે થયેલું આ પ્રથમ મૃત્યુ છે.
ગૃહ પ્રધાન અમિત શાહે આ જવાનના મૃત્યુ બાદ જણાવ્યું કે, CRPFના જવાનો એક બહાદુર સૈનિક હતા, જેણે અંતિમ શ્વાસ સુધી કોવિડ-19 સામે લડત આપી હતી. સોમવારે મારે તેમના પરિવારના સભ્ય સાથે વાતચીત થઈ હતી. આ સ્થિતિમાં આખો દેશ તેમની સાથે છે.