શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં બુધવારે એક વ્યક્તિને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ના જવાનોએ ગોળી મારી હતી, જ્યારે આ વ્યક્તિએ તેના વાહનમાંથી સુરક્ષા ચેક પોસ્ટને પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં ગોળી વાગવાના કારણે વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સવારે 10.45 વાગ્યે સીઆરપીએફ નાકા પાર્ટીએ બડગામ જિલ્લાના માગમ પોલીસ સ્ટેશન હેઠળ કવુસા ખાતે વાહન અટકાવવાનો ઇશારો કર્યો હતો, પરંતુ વાહન ચાલકે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો .