ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મથુરામાં CRPFના જવાને કરી આત્મહત્યા - મથુરામાં CRPF જવાને કરી આત્મહત્યા

મથુરામાં સદર બજાર પોલીસ સ્ટેશનમાં ઑફિસર કોલોની પાસે CRPF ની B16 બટાલિયનમાં ફરજ બજાવતા જવાને ડ્યુટી દરમિયાન સરકારી રાયફલ વડે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મથુરામાં CRPF જવાને કરી આત્મહત્યા
મથુરામાં CRPF જવાને કરી આત્મહત્યા

By

Published : Nov 16, 2020, 6:50 PM IST

મથુરામાં CRPF જવાને કરી આત્મહત્યા

સરકારી રાયફલ વડે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી

આત્મહત્યાનું કારણ અકબંધ

મથુરા: મથુરામાં CRPF ની B16 બટાલિયનમાં ફરજ બજાવતા જવાન વિજયકુમાર મીણાએ ડ્યુટી દરમિયાન સરકારી રાયફલ વડે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. ધડાકાનો અવાજ સંભળાતા ઘટનાસ્થળે અન્ય જવાનો દોડી ગયા હતા અને તેને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

મથુરામાં CRPF જવાને કરી આત્મહત્યા

2018થી મથુરામાં હતો તૈનાત

રાજસ્થાનના કરૌલી જિલ્લાનો 32 વર્ષીય વિજયકુમાર મીણા વર્ષ 2018થી મથુરા ચેકપોસ્ટ પર તૈનાત હતો. સોમવારે સવારે 8 વાગ્યે તે સિવિલ લાઈન ચેકપોસ્ટ પર પહોંચ્યો હતો અને 1-30 વાગ્યે તેણે આત્મહત્યા કરી લીધી હતી.

ફોરેન્સિક ટીમે તપાસ શરૂ કરી

વિજયકુમાર મીણાની આત્મહત્યા બાદ પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાવી દીધો હતો. ઉપરાંત, ફોરેન્સિક તથા ડોગ સ્કવોડ ની ટીમ પણ ઘટનાસ્થળે તપાસ કરી રહી છે. પોલીસને તપાસ દરમિયાન હજીસુધી કોઈ સ્યુસાઈડ નોટ હાથ લાગી નથી.

ABOUT THE AUTHOR

...view details