નવી દિલ્હીઃ કોરોના વાઇરસના પ્રકોપને ધ્યાને રાખીને જ્યાં પોલીસ અને સરકાર ભીડ એકઠી ન થાય અને સોશિયલ ડિસ્ટંસિંગ જળવાઇ રહે તેના પર ખાસ કામ કરી રહી છે, ત્યારે તિહાડ જેલમાં આ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે અને તેનું મુખ્ય કારણ એ છે કે, જેલની ક્ષમતા કરતા વધુ કેદીઓ છે. જેને લીધે આ નિયમોને જેલ પ્રશાસન 100 ટકા લાગુ કરવામાં નિષ્ફળ જઇ રહ્યા છે.
જેલમાં આવનારા કેદીઓને પહેલા હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે
જો કે, તિહાડ જેલના એડિશનલ આઇજી રાજકુમારનું કહેવું છે કે, આ નિયમનું પાલન કરવાના પુરતા પ્રયાસો થઇ રહ્યા છે. જેથી જેલમાં આવનારા કેદીઓને સીધા જેલ ન મોકલીને જેલની અંદર હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કેદીઓને બહારના લોકોન સંપર્કમાં જવા દેવામાં આવી રહ્યા નથી.