પાકિસ્તાનની આંતરિક સલામતીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક દરમિયાન આ નિર્ણય લેવાયો હતો. જેમાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને સરકાર અને સૈન્યના ઉચ્ચ અધિકારીઓ સાથે આ બેઠક યોજી હતી.
પાક. PM ઇમરાનનો આદેશ, હાફિઝ સઈદની 2 સંસ્થા પર પ્રતિબંધ - gujarati news
ઇસ્લામાબાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની સરકારે એક મોટો પગલું લીધું છે. ઇમરાન ખાને હાફિઝ સઈદની 2 સંસ્થાઓ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે, હાફિઝ 2008નાં મુંબઈ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો.
![પાક. PM ઇમરાનનો આદેશ, હાફિઝ સઈદની 2 સંસ્થા પર પ્રતિબંધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2513942-1061-9975a7ea-d56c-4ac0-b3b5-5a1ccf7393ff.jpg)
ફાઈલ ફોટો
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જે સંસ્થાઓ ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી. તેમની વિરુદ્ધ પગલાં લેવા માટે મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે.
Last Updated : Feb 21, 2019, 11:43 PM IST