18 મેના રોજ PM આ રસ્તે કેદારનાથ ધામ દર્શને ગયા હતા. યાત્રા દરમિયાન PMએ આ ધામના માર્ગોની હાલત જોઇ હતી. તેમણે આવા માર્ગો પરથી લોકોને મંદિર તરફ જતા જોયા હતા. કેદારનાથ જવાનો જે રસ્તો ત ખુબ જ ભયજનક છે. જે યાત્રિકો ચાલીને જાય છે તેમના માટે આ માર્ગ ખુબ જ ભયજનક છે. તેમને પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આવા રસ્તા પર યાત્રિકો ચાલતા હોય છે તો સાથે તેમની પાસે સમાન પણ હોય છે.
જાણો જે માર્ગે PM મોદી કેદારનાથ ગયા હતા, ત્યાની શું છે હાલત - Road
નવી દિલ્હી: ઉત્તરાખંડની વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રા માટે લોકો દેશ વિદેશથી આવતા હોય છે. ચારધામ યાત્રાએ આ વખતે રેકોર્ડ તોડ્યો છે. આ વખતે બહોળી સંખ્યામાં લોકો દર્શન અર્થે કેદારનાથ પહોંચ્યા હતા. પરતું અહી જે ચાલીને જવાનો રસ્તો છે તેની પરિસ્થિતી ખુબ જ ખરાબ છે. જેથી 20 કિમી જવા માટે પણ ભક્તોને મુશકેલી થાય છે.
ફાઇલ ફોટો
ત્યારે અમુક યાત્રિકોએ કહ્યું કે, મંદિર સુધી જે માર્ગ જાય છે, તે માર્ગને ઉચિત બનાવાની જરૂર છે. યાત્રા માર્ગ પર શેડ લગાવાની જરૂર છે. જેથી વરસાદ દરમિયાન યાત્રિકોને પરેશાની ના ભોગવી પડે.