લખનૌ: કાનપુરમાં 8 પોલીસકર્મીની હત્યા કરનાર વિકાસ દુબેની ધરપકડ કરવા ગઈ હતી. હાલ પોલીસ વિકાસની શોધખોળ કરી રહી છે, ત્યારે કાનપુર ફાયરિંગના માસ્ટર વિકાસ દુબેની માતાએ ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. ઇટીવી ભારત સાથેની વાતચીતમાં વિકાસની માતાએ કહ્યું હતું કે, જો પોલીસ એન્કાઉન્ટરમાં મારો પુત્ર માર્યો જાય તો મને દુ:ખ નહીં થાય.
વિકાસની માતા સરલા દેવીએ જણાવ્યું હતું કે, વિકાસે આત્મસમર્પણ કરી લેવું જોઇએ. જો તે આવી રીતે ભાગતો રહેશે તો પોલીસ એન્કાઉન્ટરમાં મારી નાખશે. જો પોલીસ મારા દિકરાને પકડવામાં સફળ થાય તો સીધી હત્યા જ કરી નાખે. કારણ કે, વિકાસે જે કર્યું તે બહુ ખોટું છે.