ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી ક્રાઈમ બ્રાંચે મરકજ કેસમાં 800 વિદેશી જમાતીઓના પાસપોર્ટ જપ્ત કર્યા - વિદેશી જમાતીઓને નોટિસ જાહેર

નિઝામુદ્દીન સ્થિત મરકજથી 2300 જમાતીને બહાર લાવવામાં આવ્યા હતા. જેમાંથી લગભગ એક હજાર વિદેશી જમાતી હતા. મરકજ કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે 800થી વધુ વિદેશી જમાતીઓને નોટિસ મોકલી છે. તેમણે પૂછ્યું છે કે, તે ટૂરિસ્ટ વિઝા પર આવીને ભારતમાં ધાર્મિક કાર્યક્રમમાં સામેલ શા માટે થયા હતા.

Etv Bharat, Gujarati News, crime branch seized passports of 800 foreigner jamati in markaz cases
crime branch seized passports of 800 foreigner jamati in markaz cases

By

Published : May 24, 2020, 11:41 AM IST

નવી દિલ્હીઃ મરકજ કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે 800થી વધુ વિદેશી જમાતીઓને નોટિસ મોકલી હતી. આ વિદેશી જમાતીઓ પર ભારતમાં આવીને ધાર્મિક ગતિવિધિઓમાં સામેલ થવાનો આરોપ છે, જ્યારે તે ટૂરિસ્ટ વિઝા પર આવ્યા હતા. તેના પાસપોર્ટ પહેલા જ જપ્ત કરવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ તેમાંથી અમુક જમાતિઓની પૂછપરછ કરી રહી છે.

800 વિદેશી જમાતીઓને નોટિસ જાહેર કરી

મળતી માહિતી મુજબ નિઝામુદ્દીન સ્થિત મરકજથી 2300 જમાતી બહારે નીકળ્યા હતા. તેમાંથી લગભગ એક હજાર વિદેશી જમાતી હતા. આ તમામ જમાતી કોરોનાથી સંબંધિત પોતાના ઉપચાર અને ક્વોરન્ટાઇન પુરા કર્યા હતા. દિલ્હી સરકારે આ જમાતીઓ પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચે કહ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચ અત્યાર સુધીમાં 800 વિદેશી જમાતીઓને નોટિસ આપીને પૂછપરછમાં સામેલ થવા માટે કહ્યું છે. તેમને પૂછવામાં આવ્યું હતું કે, તે ટૂરિસ્ટ વિઝા પર આવીને ભારતમાં ધાર્મિક કાર્યક્રમમાં સામેલ શા માટે થયા હતા.

ઘટનાક્રમ જાણવે છે પોલીસનો ઇરાદો

પોલીસના સૂત્રોનું કહેવું છે કે, અમુક જમાતીઓએ પોતાના નિવેદનમાં પહેલા જ કહ્યું હતું કે, તે પરત જવા ઇચ્છે છે. પરંતુ તેમણે મૌલાના સાદે પરત મોકલ્યા નહીં. તે માટે ક્રાઇમ બ્રાન્ચ ધીરે-ધીરે આ તમામ વિદેશી જમાતીઓના નિવેદન દાખલ કરવા ઇચ્છે છે, સમગ્ર ઘટનાક્રમને લઇને તેની પૂછપરછ કરવામાં આવશે. તેઓ ક્યારે ભારત આવ્યા હતા, ક્યારથી મરકજમાં રહેતા હતા તો કઇ રીતે ગતિવિધિઓ ચાલી રહી હતી. જે જમાતીઓને નોટિસ આપવામાં આવી હતી, તે ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ, ઇરાન અને સાઉદી અરબના રહેવાસી છે.

ABOUT THE AUTHOR

...view details