નવી દિલ્હીઃ દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. માહિતી મળી રહી છે કે, નિઝામુદ્દીન મરકજ કેસમાં દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે મૌલાના સાદના 5 સંબંધીઓના પાસપોર્ટ જપ્ત કર્યા છે. આ પાંચેય આરોપીઓ પર પહેલાથી જ FIR દાખલ છે.
વધુમાં જ્યાં સુધી આ મામલાની તપાસ ચાલી રહી છે, ત્યાં સુધી તેમાંથી કોઇ પણ આરોપી દેશ છોડીને જઇ શકશે નહીં. ક્રાઇમ બ્રાન્ચના સુત્રો અનુસાર આ પાંચેય મૌલાના સાદના ખૂબ જ નજીકના છે. મરકજ સાથે જોડાયેલા દરેક નિર્ણયમાં તેમની પરવાનગી ખૂબ જ જરુરી હતી.
જો કે, મૌલાના સાદ ઉપર નિઝામુદ્દીન મરકજમાં જલસાનું આયોજન કરવાનો આરોપ છે. આ જલસામાં હજારો લોકો સામેલ થયા હતા. જે બાદ તે લોકો સમગ્ર દેશમાં ચૂપચાપ ફેલાયા હતા. જેનાથી એકાએક દેશમાં કોરોનાનો વિસ્ફોટ થયો હતો. એક સાથે મરકજથી જોડાયેલા લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. ત્યારથી દિલ્હી પોલીસ મૌલાના સાદની ધરપકડ કરવા માટે શોધી રહી છે.
મૌલાના સાદના દિકરા સઇદની બે કલાક પૂછપરછ
તમને જણાવીએ તો ગત્ત દિવસોમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ મૌલાના સાદના દિકરા સઇદ સાથે બે કલાક સુધી પૂછપરછ કરી હતી. એવું બતાવવામાં આવી રહ્યું છે કે, તબલીઘી જમાત સાથે જોડાયેલા મૌલાના સાદના બધા જ કામ તેનો દિકરો કરતો હતો. પરંતુ સાદ પાસેથી અત્યાર સુધીમાં ક્રાઇમ બ્રાન્ચને કોઇ માહિતી મળી નથી. બીજી તરફ ઇડીએ મરકજના એક એવા મહત્વના સભ્યને નોટિસ મોકલી છે, જેના પર જમાતના રુપિયાને ગોળ ફેરવવાનો આરોપ છે. આ મરકજની કમિટીમાં પણ જણાવવામાં આવ્યું છે.