નવી દિલ્હી: દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચે બનાવટી મેડિકલ સર્ટિફિકેટ બનાવતા ડોક્ટર અને તેના સાથીઓની ધરપકડ કરી હતી. તેના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે જેલમાં રહેલા આરોપીઓ માટે બનાવટી મેડિકલ સર્ટિફિકેટ બનાવતા હતા જેથી આરોપીને આસાનીથી જામીન મળી શકે.
બનાવટી તબીબી પ્રમાણપત્ર સંદર્ભે ક્રાઇમ બ્રાંચે 2 લોકોની ધરપકડ કરી
દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચે બનાવટી મેડિકલ સર્ટિફિકેટ બનાવતા ડોક્ટર અને તેના સાથીઓની ધરપકડ કરી હતી. આ બન્ને પર આરોપ છે કે તેમણે જેલમાં બંધ કેદીઓ માટે બનાવટી મેડિકલ સર્ટીફિકેટ બનાવ્યા હતા.
પકડાયેલા આરોપીઓની ઓળખ ડો. ગજેન્દ્રકુમાર નૈયર અને મુકેશ સંગવાન તરીકે કરવામાં આવી છે. ડોક્ટર ગજેન્દ્ર કુમારે મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાંથી MBBSની ડિગ્રી મેળવી છે.
ક્રાઇમ બ્રાંચના ડીસીપી રાકેશ પાવેરિયાએ જણાવ્યું હતું કે, દિલ્હી હાઈકોર્ટે 29 જૂને જામિયા નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં આરોપી અબ્દુલ રહેમાનની જામીન અરજી પર તેની પત્નીની બીમારીના દસ્તાવેજોની તપાસના આદેશ આપ્યા હતા. તપાસ દરમિયાન તે ખુલાસો થયો હતો કે, દિલ્હી મેડિકલ કાઉન્સીલ દ્વારા 29 નવેમ્બર 2020 આરોપી બન્ને ડોક્ટર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં જેલમાં બંધ કેદીઓના સંબંધીઓની બીમારીના બનાવટી દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા.