ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શનમુગાનાં અભ્યાસની મદદથી NASAને મળ્યું વિક્રમ લેન્ડરનું લોકેશન - અંતરિક્ષ વિજ્ઞાન

તમિલનાડુઃ અંતરિક્ષ વિજ્ઞાનમાં રસ ધરાવતા એક ભારતીયે ચંદ્રયાન-2 વિશે અમેરિકી અંતરિક્ષ સંસ્થા NASAને મહત્વની જાણકારી આપી હતી. આ વ્યક્તિ તમિલનાડુના પાટનગર ચેન્નાઈનો રહેવાસી છે. જાણો આ શખ્સ વિશે...

credit to shanmuga subramanian of chennai by nasa in chandrayaan ii
credit to shanmuga subramanian of chennai by nasa in chandrayaan ii

By

Published : Dec 3, 2019, 2:38 PM IST

Updated : Dec 3, 2019, 4:14 PM IST

ચંદ્રયાન સાથે મોકલાવેલું વિક્રમ લેન્ડર ક્રેશ થઈ ગયું હતું. પરંતું એ જગ્યાનું લોકેશન મળતું નહોતું. ખગોળ વિજ્ઞાનમાં રૂચિ ધરાવતા એક ભારતીય નાગરિક શનમુગા સુબ્રમણ્યમે એ લોકેશન શોધ્યું હતું, જે માહિતી તેણે NASAને આપી હતી.

શનમુગાનાં અભ્યાસની મદદથી NASAને મળ્યું વિક્રમ લેન્ડરનું લોકેશન

શનમુગા સુબ્રમણ્યમના પહેલા અમેરિકાનાં ઓબેર્ટિંગ કેમેરામાં ચંદ્રનાં ફોટાનું નિરીક્ષણ કર્યું હતું. જે બાદ તેમણે એક નિવેદન આપ્યું હતું. જેમા તેણે જણાવ્યું કે, ભારતીય ચંદ્રયાન-2નાં વિક્રમ લેન્ડર જ્યાં દુર્ઘટનાનું સ્થળ અને તેનો કાટમાળનું લોકેશન શોધ્યું છે. આ લોકેશન પર વિક્રમ લેન્ડર ચંદ્રની જમીની સપાટી સાથે અથડાયું હતું.

શનમુગાએ લૂનર રિકનોઇન્સન્સ ઓર્બીટલ કેમેરો(LROC)માંથી ફોટો ડાઉનલોડ કર્યા હતા.

શનમુગાનાં યોગદાનનું સમર્થન સોમવારે NASA અને એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીએ કર્યું હતું. સુબ્રમણ્યમે આપેલી કાટમાળની જાણકારીની તપાસ વિજ્ઞાનિકો કરી રહ્યા છે. જ્યાં વિક્રમ લેન્ડર ક્રેશ થયું હતું તે લોકેશન શોધવામાં વૈજ્ઞાનિકોને મદદ કરી છે.

અમેરિકી અંતરિક્ષ સંસ્થા NASAને મંગળવારે જાહેરાત કરી હતી કે, વિક્રમ લેન્ડરનો કાટમાળનું લોકેશન મળી ગયું છે. આ જગ્યાનાં ફોટોસ પણ જાહેર કર્યા હતો. NASAએ નિવેદનમાં જણાવ્યું કે, શનમુગાએ સૌથી પહેલા મુખ્ય ક્રેશ સાઈટથી લગભગ 750 મીટર ઉત્તર પશ્ચિમમાં કાટમાળ જોયો હતો.

Last Updated : Dec 3, 2019, 4:14 PM IST

ABOUT THE AUTHOR

...view details