ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રશિયામાં વિમાનનું ક્રેશ લેન્ડિંગ, 55 યાત્રિઓ ઘાયલ - રુસ ન્યૂઝ

મોસ્કોઃ એક રૂસી યાત્રી વિમાન પક્ષીઓના ઝુંડ સાથે અથડાતા દુર્ઘટના સામે આવી હતી. જે બાદ દુર્ઘટનાગ્રસ્ત થઇને માસ્કોના એરપોર્ટ બહાર મકાઇના ખેતરમાં તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ગુરૂવારે બનેલી આ ઘટનામાં 55 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઇજાગ્રસ્તમાં 17 બાળકોનો સમાવેશ થાય છે. સિમ્ફરોપોલ જનારી યૂરાલ એરલાઇન્સની યૂ6178 પ્લેનને માસ્કો ક્ષેત્રના જુકોવસ્કી એરપોર્ટથી ઉડાન ભર્યા બાદ જલ્દીથી જ ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

રુસમાં વિમાનનું ક્રેશ- લેન્ડિંગ

By

Published : Aug 16, 2019, 10:08 AM IST

ઉલ્લેખનીય છે કે, આ પ્લેનમાં 226 યાત્રી તેમજ સાત ક્રુ મેમ્બર સવાર હતા. યૂરાલ એરલાઇન્સે આ ઘટના બાદ એક નિવેદનમાં કહ્યું કે, આ વિમાનને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે અને તે નજીકના ભવિષ્યમાં ઉડાન ભરી શકે તેમ નથી. હાલ જેની અધિકારીક તપાસ શરૂ છે.

રુસમાં વિમાનનું ક્રેશ- લેન્ડિંગ

આપાતકાલિન સેવાઓએ જણાવ્યું કે, યાત્રી જેટથી લગભગ એક ટન ઇંધણનું લિકેજ થયું હતું.

સુત્રો અનુસાર આ વિમાનના ટેન્કમાં 16 ટન જેટલું ઇંધણ હતું. જેમાંથી 500 લીટરનો વપરાશ થયો હતો. જો કે, ઇમરજન્સી લેન્ડિંગ બાદ લીકેજ શરૂ થયું હતું. હાલ તેને રોકવામાં આવ્યું છે. સંભવિત છે કે, એક ટનથી વધુ ઇંધણ લીક થઇ ગયું હતું.

ABOUT THE AUTHOR

...view details