ગુજરાત

gujarat

રાફેલ ડીલ મુદ્દે CPMએ JPCની માંગ કરી, કહ્યું- કોર્ટને ગુમરાહ કરાઈ રહી છે

By

Published : Feb 10, 2019, 1:56 PM IST

નવી દિલ્હી: ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)એ રાફેલ મુદ્દાને લઇને સંયુક્ત સંસદ સમિતિ (JPC) બનાવવાની માંગ કરી છે. તેમનું માનવું છે કે, મોદી સરકારે ભ્રષ્ટાચારના માધ્યમથી મોટી રકમ મેળવી છે. આ મુદ્દા પર CPM મહાસચિવ સીતારામ યેચુરીએ ETV ભારત સાથે વાતચીત કરી હતી.

ફાઈલ ફોટો

CPMના મહાસચિવ સીતારામ યેચુરીએ કહ્યું કે, રાફેલ મુદ્દેમાં સુપ્રીમ કોર્ટને ગુમરાહ કરવામાં આવી રહી છે. ચેચુરીએ PM મોદી પર આરોપ લગાવ્યો કે, મોદીના નજીકના કારોબારી મિત્રોને લાભ પહોંચાડવા માટે કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, મામલાના તાર ટોચની આગેવાની સાથે જાડાયેલા છે. યેચુરીએ પૂછ્યું કે, મોદીએ કોને લાભ કરાવવા માટે વાયુસેના અને રક્ષા મંત્રાલયની અનદેખી કરી.


ABOUT THE AUTHOR

...view details