ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગૌવંશ તસ્કરોને ગ્રામજનોએ બાંધી સરઘસ કાઢ્યુ, ગૌમાતાની જયના નારા પણ લગાવ્યા

મધ્યપ્રદેશ: ખાવલા વિસ્તારમાં ગૌવંશની તસ્કરી કરનારા 25 આરોપીઓને ગ્રામજનોએ ઝડપી પાડ્યા હતાં. આ તમામ આરોપીઓએ રાતના અંધારામાં 8 પીકઅપ વાહનમાં ગૌવંશ ભરીને મહારાષ્ટ્ર તરફ લઇ જઇ રહ્યાં હતા. જેની જાણ પોલીસને થતાં વિભાગ દ્વારા 22 ગૌવંશની જપ્ત કરી તમામ આરોપીઓની ઘરપકડ કરી હતી.

ગૌવંશ તસ્કરોને ગ્રામજનો દોરડાથી બાંધી કાઢ્યું સરઘસ, ગૌ માતાની જયના લગાવડાયા નારા

By

Published : Jul 8, 2019, 12:36 PM IST

તો આ અંગે ગ્રામજનોના જણાવ્યા અનુસાર ઘણા સમયથી આ કામ ચાલી રહ્યું હતું. ગ્રામજનોએ ખાવલા તાલુકાના સાંવલી ખેડા અને કોઠા ગામ ખાતે રાતના સમયે આ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે ગ્રામજનોએ આ આરોપીઓને નાના વાહનોમાં લગભગ ડર્જન જેટલા ગૌવંશને ભરીને મહારાષ્ટ્ર તરફ લઇ જઇ રહ્યાં હતા. આ દરમિયાન ગ્રામજનોએ તમામ આરોપીઓને દોરડાથી બાંધીને ગામમાં સરઘસ કાઢીને ખાવલા પોલીસ મથકે લઇ ગયા હતા.

તો આ અંગે SDOP શશિકાંત શ્રેયામે જણાવ્યું હતું કે, પોલીસ વિભાગને સુચના મળી હતી કે, લગભગ 22 જેટલા ગૌવંશને 8 વાહનોમાં ભરીને કેટલાક આરોપીએ મહારાષ્ટ્રની તરફ લઇ જઇ રહ્યાં હતા. પોલીસે તમામ 25 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે ખાવલા તાલુકાનો એક ભાગ મહારાષ્ટ્રની બોર્ડને અડે છે. ગૌવંશના તસ્કરો ચોરી છુપે ખાવલા દેડતલાઇ જંગલના રસ્તે થઇને મહારાષ્ટ્રના મોકલે છે. પોલીસે તમામ આરોપીઓ વિરૂદ્ધ ગૌવંશ તસ્કરી અને પશુ અધિનિયન અને પશુ ક્રુરતા એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details