ગુજરાત

gujarat

ETV Bharat / bharat

IIT મુંબઈના વ્યાખ્યાયન હૉલમાં રખડતી ગાય ઘૂસી ગઈ - વ્યાખ્યાયન હૉલ

મુંબઈ: IIT મુંબઈના વ્યાખ્યાયન હૉલમાં એક રખડતી ગાય અચાનક પહોંચી જતાં સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. જેને લઈ દેશની સર્વોચ્ચ શિક્ષણ સંસ્થાને નીચું જોવા જેવું થયું છે. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. જો કે, આ ઘટના બાદ સંસ્થાએ ચોખવટ કરી હતી કે, અમારી જાણમાં આ વિડીયો આવ્યો નથી. અમે તપાસ કર્યા બાદ જણાવીશું કે, આ ઘટના ક્યાંની છે અને કંઈ રીતે ગાય અંદર સુધી ઘૂસી આવી.

ians

By

Published : Jul 29, 2019, 6:39 PM IST

પ્રથમ માળે આવેલા આ હૉલમાં અચાનક આવેલી ગાયને જોઈ વિદ્યાર્થીઓ પણ દંગ રહી ગયા હતાં. મધ્યમ સફેદ અને કાબરચિતરા રંગની આ ગાય અચાનક આવી જતાં એક દરવાજેથી પ્રવેશ કરી બીજા દરવાજેથી નિકળી ગઈ હતી.

જો કે, બાદ અમુક વિદ્યાર્થીએ આ ગાયને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો, પણ ગાય આરામથી હૉલમાં નિકળી ગઈ.

આ ઘટના અંગે વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ઘટના શનિવારની છે. બરાબર આ જ સમયે મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે આ ગાયે અચાનક શરણુ શોધવા IITમાં પહોંચી ગઈ હતી.

ABOUT THE AUTHOR

...view details