ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાહુલ ગાંધીએ શ્રમિકો બાદ ટેક્સી ડ્રાઈવર સાથે કર્યો સંવાદ - લોકડાઉન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવાર ​​સવારે એક ટેક્સી ડ્રાઈવર સાથે વાતચીત કરી હતી. રાહુલ ગાંધીએ પરમાનંદ નામના એક ટેક્સી ડ્રાઈવરને મળીને તેમની સમસ્યાઓ અંગે જાણવાનો પ્રયાસ કર્યો. રાહુલે લોકડાઉન દરમિયાન અન્ય ટેક્સી ડ્રાઇવરોને આવતી મુશ્કેલીઓ અંગે પણ ચર્ચા કરી હતી.

રાહુલ ગાંધી
રાહુલ ગાંધી

By

Published : May 25, 2020, 1:30 PM IST

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પરપ્રાંતિય મજૂરોને મળ્યા બાદ સોમવારે એક ટેક્સી ડ્રાઈવરને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમની પડી રહેલી મુશ્કેલી વિશે જાણકારી મેળવી હતી. રાહુલે પરમાનંદ નામના ટેક્સી ડ્રાઈવરને પૂછ્યું કે, તેમને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગત શનિવારે રાહુલ ગાંધીએ એક ડોક્યુમેન્ટ્રી શેર કરી હતી. જેમાં તેમને પરપ્રાંતિય મજૂરો સાથેની મુલાકાતની વિગતો આપી હતી. રાહુલે મજૂરોની સમસ્યાઓને પોતાનો સ્વર આપ્યો હતો. કેન્દ્ર સરકાર સામે મજૂરો તરફથી ઘણા સવાલો ઉઠાવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details