ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોવિડ ક્વોરન્ટાઇન સુવિધાઓ – વિકટ સમયની તાકીદની જરૂરિયાત - જયપુરમાં સારવાર લઇ રહેલા ઇટાલિયન

દેશમાં શુક્રવારે મોડી સાંજ સુધીમાં કોવિડ 19ના કુલ કેસોની સંખ્યા 200નો આંકડો આંબી ગઇ હતી (આ લખાય છે તે સમયે 206) તેમજ મૃતકોની સંખ્યા પાંચ પર પહોંચી ગઇ છે – જેમાં છેલ્લો ઉમેરો તાજેતરમાં જયપુરમાં સારવાર લઇ રહેલા ઇટાલિયન નાગરિકનો થયો છે. પ્રારંભિક અહેવાલો અનુસાર આ વિદેશી નાગરિકના સ્વાસ્થ્યમાં સુધારો નોંધાયો હતો, પરંતુ પછીથી તે મોત સામેનો જંગ હારી ગયો હતો.

કોવિડ
કોવિડ

By

Published : Mar 21, 2020, 6:49 PM IST

ન્યૂઝડેસ્ક : વૈશ્વિક મૃતકાંક (શુક્રવારે મોડી સાંજ સુધીમાં) 10,000 પર પહોંચ્યો છે અને ચેપ ધરાવનારા કુલ લોકોની સંખ્યા 2,10,000ને પાર કરી ગઇ છે. દર કલાકે આંકડાઓમાં થઇ રહેલા વધારાને કારણે સમગ્ર ચિત્ર વધુને વધુ ચિંતા ઉપજાવનારૂં બની રહ્યું છે.

જોકે, ભારતમાં દર્દીઓની પ્રમાણમાં ઓછી સંખ્યાથી હરખાવાની કે સંતોષની લાગણી અનુભવવાની જરૂર નથી. ભારતમાં જો સમુદાયમાં પ્રસરણની માત્રા ઊંચી ગઇ અને કોરોનાનાં લક્ષણો ધરાવનારાં લોકોએ સેલ્ફ ક્વોરન્ટાઇન (એકાંતવાસ)ની અવગણના કરી, તો જાહેર આરોગ્ય સામે રહેલા જોખમનું સુનામી તબાહી સર્જી શકે છે.

આથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (19મી માર્ચના રોજ) દેશને કરેલા સંબોધનમાં ‘સ્વયં-શિસ્ત’ અને સંકલ્પ તથા સંયમ દર્શાવવાની હાકલ કરી, તે આ સમયની યોગ્ય અને તાતી જરૂરિયાત છે.

તેની સાથે-સાથે વધુને વધુ ક્વોરન્ટાઇન સેન્ટર્સ સ્થાપવામાં આવી રહ્યાં છે અને તેમાં ભારતીય લશ્કરી દળો મૂક પણ પ્રશંસનીય ભૂમિકા ભજવી રહ્યાં છે. તાજેતરમાં જ ઇસ્ટર્ન નેવલ કમાન્ડની દેખરેખ હેઠળ વિશાખાપટનમમાં વધુ એક કોવિડ ક્વોરન્ટાઇન સુવિધા ઊભી કરવામાં આવી છે, જે મહામારીને અંકુશમાં લાવવાના દેશના પ્રયાસોમાં ઉમેરો કરશે.

અગાઉ ચાર કેન્દ્રો કાર્યરત હતાં – જેસલમેર અને માનેસર (હરિયાણા) આર્મી દ્વારા સંચાલિત છે; તથા અન્ય બે મુંબઇ (નેવી) અને હિંદન (એરફોર્સ).

સંરક્ષણ મંત્રાલયે જાહેરાત કરી છે કે, ક્વોરન્ટાઇનની વધુ સુવિધાઓ તૈયાર કરવામાં આવી રહી છે અને તે 48થી 72 કલાકની અંદર કાર્યરત કરી દેવામાં આવી શકે છે. આ સુવિધાઓમાં જોધપુર, કોલકાતા, ચેન્નઇ (આર્મી); દુંડીગલ, બેંગાલુરુ, કાનપુર, જોરહત, ગોરખપુર (એરફોર્સ); અને કોચી (નેવી)નો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, વિશ્વ આરોગ્ય સંગઠન (હૂ) તથા સંબંધિત માર્ગદર્શિકાઓ દ્વારા નિર્દિષ્ટ કર્યા મુજબ ક્વોરન્ટાઇન માટેના ફરજીયાત માપદંડો સુનિશ્ચિત કરવા માટે પૂરતી જગ્યા અને મહત્વપૂર્ણ સશસ્ત્ર દળો (એએફ) ઉપલબ્ધ હોય, તેવાં શહેરોમાં લશ્કરી ક્વોરન્ટાઇન સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. વધુમાં, આર્મી /નેવી/ એર ફોર્સના કોર મેડિકલ સ્ટાફ જટિલ પડકારનો સામનો કરવા માટે જરૂરી તાલીમ અને કુશળતા ધરાવે છે.

ભારત માટે આ એક કપરો પડકાર છે, કારણ કે દેશમાં ભૂતકાળમાં કદી પણ વિશાળ સંખ્યામાં નાગરિકોને ક્વોરન્ટાઇનમાં અથવા તો નિરીક્ષણ હેઠળ રાખવા પડ્યા હોવાની જરૂરિયાત સર્જાઇ નથી. નાના પરંતુ અસ્વસ્થ કરી મૂકનારા અહેવાલો પ્રમાણે, ચેપ ધરાવનારા કેટલાક નાગરિકો આ પ્રોટોકોલની અવગણના કરી રહ્યા છે અને કેટલાક કેસોમાં તો, ચેપગ્રસ્ત લોકોને ક્વોરન્ટાઇન કરવા સામે કેટલીક વ્યક્તિઓએ વિરોધ પણ નોંધાવ્યો હતો અને આખરે, સ્થાનિક પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી.

ભારતમાં હજુ તો આ શરૂઆત છે, ખરાખરીનો સમય ત્રીજો તબક્કો (ઇટાલી, સ્પેન અને ઇરાનની માફક) છે, જેનો સામનો કરવો હજુ બાકી છે.

આથી, વડાપ્રધાનના અનુરોધને અનુસરીને રાજ્ય સરકારો, જિલ્લા, તાલુકા, પંચાયત, ગામ, શેરી, કોર્પોરેટ જૂથો, યુનિવર્સિટી, શાળા, કોલેજો અને આ સહિતના પ્રત્યેક સામાજિક-રાજકીય સ્તર દ્વારા આકસ્મિક પ્લાનની તૈયારી રાખવી પડશે. અત્યંત વિકટ સ્થિતિમાં, (દર્દીઓની) હજ્જારો નહીં તો સેંકડોની સંખ્યા માટે સુવિધાઓને રૂપાંતરિત કરવા માટે યોગ્ય જગ્યાઓ (વર્તમાન હોટેલો, હોસ્ટેલ, શાળાઓ વગેરે હોઇ શકે છે)ની ઓળખ કરવા માટે ટૂંકા ગાળામાં જ ઘણી ક્વોરન્ટાઇન સુવિધાઓની જરૂરિયાત સર્જાવાની શક્યતા રહેલી છે.

આ તબક્કે વર્તમાન મિલિટરી ક્વોરન્ટાઇન સુવિધાઓ (એમક્યૂએફ) એસઓપી – સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ (આદર્શ કાર્યશીલ પ્રક્રિયાઓ)ના વિકાસ અને આદાન-પ્રદાન માટેના ક્ષેત્ર તરીકે સેવા પૂરી પાડી શકે છે. આ પ્રક્રિયાઓમાં - ક્વોરન્ટાઇન કરવા જરૂરી હોય, તેવા નાગરિકોને રાખવા, તેમના પર દેખરેખ રાખવી, તેમને સ્વસ્થ રાખવા, તેમને ભોજન-સ્નાન, વસ્ત્રો વગેરે સુવિધાઓ પૂરી પાડવી અને 14 દિવસ સુધી તેમને રાખવા (જે સૌથી પડકારરૂપ કાર્ય છે, કારણ કે તે પૈકીના મોટાભાગનાં લોકો ફ્રી વાઇફાઇની સુવિધા મેળવવા માંગે છે!) અને અંતે જે લોકોના ટેસ્ટ નેગેટિવ આવ્યા હોય, તેમને રજા આપવી – આટલી કામગીરીનો સમાવેશ થાય છે. જે લોકોના કોવિડ 19 ટેસ્ટ પોઝિટિવ આવ્યા હોય, તેમને આ પ્રકારના કેસોની સારવાર કરવામાં આવતી હોય, તેવી મેડિકલ સંસ્થાઓમાં મોકલવા જોઇએ.

સમગ્ર દેશમાં ટૂંક સમયમાં જ માનવ સંસાધન અને સામગ્રી, એમ બંને સંસાધનોની અચાનક માગમાં વધારો થશે અને તે સમયે તાલીમબદ્ધ મેડિકલ સ્ટાફ (જે અગાઉથી જ તણાવ હેઠળ છે) ઉપરાંત સમર્પિત સ્વયંસેવકોની જરૂરિયાત પણ સર્જાશે. આ તબક્કે ‘ક્વોરન્ટાઇન શેરપા’ કહી શકાય તેવા આ સ્વયંસેવકોની ઓછી સંખ્યામાં ઓળખ કરવી પડશે. ટીમ લિડર નક્કી કરવાના રહેશે અને સાહજિકતાના યોગ્ય સ્તરનું સર્જન કરવા માટે ડમી ડ્રિલ હાથ ધરવામાં આવશે. જો ક્વોરન્ટાઇન કરવા જરૂરી હોય તેવા લોકોની સંખ્યામાં વધારો થયો, તો ગણતરીના કલાકોની અંદર જ વધુ MQF પ્રકારની સુવિધાઓ ઊભી કરવી પડશે. આ સંદર્ભે ચાઇનિઝ મોડલ સુસંગત છે.

ભારતમાં રાજ્ય સરકારો અને જિલ્લા અધિકારીઓને, જેઓ જરૂરી કુશળતા અને વોલન્ટીયર ઊભા કરવાનો જુસ્સો ધરાવતા હોય તેવા સનદી અને લશ્કરી – એમ બંને પ્રકારના નિવૃત્ત અધિકારીઓની ઓળખ કરવાની સલાહ આપવામાં આવશે.

પથારી, ટુવાલ, હોસ્પિટલનાં વસ્ત્રો તથા વપરાયેલાં વસ્ત્રો અને ગ્લવ્ઝ અને માસ્ક સહિતનાં ડિસ્પોઝેબલ્સ જેવાં મૂળભૂત ઉપકરણ અને કાર્ય સ્થળો પ્રાપ્ત કરવા માટે જાગૃતિ ફેલાવવા સોશ્યલ મીડીયાનો પણ ઉપયોગ કરી શકાય.

આગામી થોડાં સપ્તાહો સુધી જે શાળા અને કોલેજો બંધ કરવામાં આવ્યાં હોય, તેનાં શિક્ષકો તતા વિદ્યાર્થીઓને સાંકળીને તેમને સંવેદનશીલ શેરપા બનાવવા માટેની તાલીમ પૂરી પાડી શકાય. સેલિબ્રિટી એન્કર્સ અને સોશ્યલ મીડીયાના પ્રભાવી લિડર્સ તથા શિક્ષકોને તેમની પોતાની રીતે યોગદાન આપવાની ભલામણ કરી શકાય.

ભારતમાં યુદ્ધની સ્થિતિ સર્જાઇ છે. કોરોનાવાઇરસને ક્વોરન્ટાઇન-શેરપા બનેલા નાગરિક-સૈનિકો હંફાવી શકે છે.

લેખક : સી. ઉદય ભાસ્કર

ABOUT THE AUTHOR

...view details