ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મનીષ સિસોદિયાને કોરોનાની સાથે ડેન્ગ્યુ થયો, મેક્સ હોસ્પિટલમાં દાખલ - દિલ્હીના સમાચાર

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને કોરોનાની સાથે ડેન્ગ્યુ થવાની પુષ્ટિ થઈ છે. મનીષ સિસોદિયાના બ્લડ પ્લેટલેટ ઘટી રહ્યા છે. તાવ અને ઓક્સિજનનું પ્રમાણ પણ ઓછું હોવાની ફરિયાદ બાદ તેમને દિલ્હીની લોક નાયક જયપ્રકાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનિષ સિસોદિયાને શ્વાસ લેવામાં તકલીફ, તેમજ ડેન્ગ્યુના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ તબિયત વધારે ખરાબ થતા તેમને ગુરુવારે મેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મનીષ સિસોદિયા
મનીષ સિસોદિયા

By

Published : Sep 25, 2020, 9:30 AM IST

નવી દિલ્હી : દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને કોરોનાની સાથે ડેન્ગ્યુ થવાની પુષ્ટિ થઈ છે. મનીષ સિસોદિયાના બ્લડ પ્લેટલેટના કાઉન્ટ ઘટી રહ્યા છે.

આમઆદમી પાર્ટીના 48 વર્ષીય નેતાને તાવ અને ઓક્સિજનના સ્તરમાં ઘટાડો થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તેમના શરીરનું તાપમાન વધારે હોવાથી તેમના ઓક્સિજનનું પ્રમાણ થોડું ઓછું થઇ ગયું હતું જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મનિષ સિસોદિયાએ કરેલી તપાસમાં કોવિડ -19 ની પુષ્ટિ 14 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી હતી. હોસ્પિટલના વરિષ્ઠ તબીબે જણાવ્યું હતું કે, તેઓ ગઈકાલથી ICUમાં છે, પરંતુ તેની સ્થિતિ સ્થિર છે. તેમને ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે અને તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details