હૈદરાબાદ: તેલંગણામાં શનિવારે કોરોનાના નવા 1,284 કેસ સામે આવ્યાં છે. તેમજ 6 લોકોના મોત થયાં છે, ત્યારે કુલ મૃત્યુઆંક 409 પર પહોંચી ગયો છે.
તેલંગણામાં કોરોનાના 1,284 નવા કેસ, 6 મોત - Telangana news
હૈદરાબાદ: તેલંગણામાં શનિવારે કોરોનાના નવા 1,284 કેસ સામે આવ્યાં છે. તેમજ 6 લોકોના મોત થયાં છે, ત્યારે કોરોનામાં કુલ મૃત્યુઆંકની સંખ્યા 409 પર પહોંચી ગઇ છે.
તેલંગાણામાં કોરોનાના 1,284 નવા કેસો, 6 મોત
જાહેર આરોગ્ય નિયામકના જણાવ્યા મુજબ, હાલ રાજ્યમાં મૃત્યુ દર 0.93 ટકા પર છે. તેમજ કોરોનાના કુલ 12,765 કેસ સક્રિય છે. આ સાથે રાજ્યમાં કોરોના કુલ 47,780 કેસ નોંધાયા છે.
આ અંગે અધિકારીએ જણાવ્યું કે, રાજ્યમાં એક જ દિવસમાં 1,902 લોકો સ્વસ્થ થતા તેમને રજા આપી દેવામાં આવી છે. શનિવારે રાજ્યમાં 14,883 પરીક્ષણો કરવામાં આવ્યાં હતાં.