ગુજરાત

gujarat

ETV Bharat / bharat

COVID-19: દેશમાં છેલ્લા 24 કલાકમાં 445 લોકોનાં મોત, 1.74 લાખથી વધુ કેસ સક્રિય

દેશમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 4,25,282 કેસ નોંધાયા છે. તેમાંથી 1,74,387 કેસ સક્રિય છે. અત્યાર સુધીમાં કુલ 13,699 લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે 2,37,196 લોકો સ્વસ્થ થયા છે.

COVID-19
COVID-19

By

Published : Jun 22, 2020, 3:50 PM IST

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાઇરસ (કોવિડ -19) સંક્રમણના કારણે છેલ્લા 24 કલાકમાં 445 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે, દેશમાં કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 13,699 પર પહોંચી ગઈ છે.

આ ઉપરાંત અનલોક-1માં સંક્રમિત લોકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે સોમવારે સવારે આઠ વાગ્યે જાહેર કરેલા તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 14,821 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

આ સાથે દેશમાં અત્યાર સુધીમાં સંક્રમણના 4,25,282 કેસ નોંધાયા છે. તેમાંથી 1,74,387 કેસ સક્રિય છે. એટલે કે, દેશની જુદી-જુદી હોસ્પિટલોમાં ઘણા લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

કોરોના સંક્રમિત લોકોમાં 2,37,196 લોકો સાજા થયા છે. જેમાં 9,440 લોકો સામેલ છે જે 24 કલાક દરમિયાન સ્વસ્થ થયા. સંક્રમિતોને રિકવરી રેટ વધીને 55.77 ટકા થયો છે જ્યારે દેશમાં મૃત્યુ દર 3.22 ટકા છે.

ABOUT THE AUTHOR

...view details