નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સંક્રમણના કારણે છેલ્લા 24 કલાકમાં 705 લોકોના મોત થયા છે, તો 48 હજાર 661 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ દેશભરમાં કોરોના સંક્રમણના સક્રિય કેસ 4,67,882 સુધી પહોંચ્યા છે.
કોરોના સંક્રમણના આંકડા દર્શાવતો ચાર્ટ રવિવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલય તરફથી રજૂ કરાયેલા આંકડા અનુસાર દેશભરમાં કોરોના સંક્રમણને કારણે 32,063 લોકોના મોત થયા છે. નવીનતમ આંકડા અનુસાર દેશભરમાં કુલ 13,85,522 કોરોના સંક્રમણના કેસમાંથી 8,85,576 લોકો સ્વસ્થ પણ થયા છે.
કોરોનાથી પ્રભાવિત શીર્ષ પાંચ રાજ્ય
કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત પાંચ રાજ્યોમાં- મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, કર્ણાટક અને આંધ્ર પ્રદેશ છે. જેમાં મહારાષ્ટ્ર (3,66,368) શીર્ષ પર છે. જે બાદ તમિલનાડુ (2,06,737), દિલ્હી (1,29,531), કર્ણાટક (90,942) અને આંધ્ર પ્રદેશ (88,671) છે.
સંક્રમણથી સૌથી વધુ 13,389 મોત પણ મહારાષ્ટ્રમાં થયા છે. જે બાદ તમિલનાડુમાં 3,409, દિલ્હીમાં 3,806, ગુજરાતમાં 2,300 અને કર્ણાટકમાં 1,796 લોકોના મોત થયા છે.