હૈદરાબાદ: કોવિડ-19ની કટોકટીએ યુવાન લોકોના શિક્ષણ અને તાલિમ ઉપર વિધ્વશંક રીતે વિપરીત અસર પાડી છે. જ્યારથી કોરોના મહામારી શરૂ થઇ છે ત્યારથી શાળા-કોલેજો બંધ થવાથી અને શિક્ષણની તૈયારીઓ ઠપ થઇ જવાથી નોકરીની સાથે ભણતા 70 ટકાથી વધુ યુવક-યુવતિઓ ઉપર ગંભીર અસરો પડી છે એમ ઇટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) દ્વારા તૈયાર કરાયેલા એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું.
યુવાધન અને કોવિડ-19: શિક્ષણ, નોકરીઓ, અધિકારો અને માનસિક આરોગ્ય શીર્ષક ધરાવતા આ રિપોર્ટ અનુસાર 65 ટકા યુવક-યુવતિઓએ કહ્યું હતું કે જ્યારથી મહામારી શરૂ થઇ છે ત્યારથી ઘરના રૂમમાંથી વેબસાઇટ અને ઓનલાઇન શિક્ષણ થવાથી તેઓ ખુબ ઓછું ભણી શક્યા છે. વિચારવાના અને તૈયારીઓ કરવાના તેઓના સંખ્યાબંધ પ્રયાસો હોવા છતાં તેઓ પૈકીના અડધા યુવક-યુવતિઓએ સ્વિકાર્યું હતું કે તેઓની પરીક્ષાઓ પાછળ ઠેલાશે, અને 9 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓનો પનો ટૂંકો પડશે.
ઘણીવાર ઘરમાં પૂરતી જગ્યાના અભાવે, જરૂરા સંસાધનોના અભાવે અને ઇન્ટરનેટની ઓછી સુવિધાના કારણે ઓછી આવક ધરાવતા દેશોના યુવા લોકો માટે સ્થિતિ અત્યંત ખરાબ છે. આ મહામારી યુવાન લોકો ઉપર વિવિધ પદ્ધતિએ આઘાત આપી રહી છે. આ મહામારી તેઓની નોકરીઓ અને રોજગારને જ ખતમ નથી કરી રહી પરંતુ તેણે યુવાન લોકોના શિક્ષણ અને તાલિમને પણ ખોરવી નાંખ્યા છે એમ ILOના ડાયરેક્ટર જનરલ ગાય રાયડરે કહ્યું હતું.