ભોપાલ: રાજધાની ભોપાલમાં એવા ઘણા ડોકટરો પણ છે જે ઘણા દિવસોથી તેમના પરિવારોને મળ્યા નથી. આવા જ એક ડોક્ટર સચિન નાયક છે, જેમણે પોતાની કારને પોતાનું ઘર બનાવ્યું છે. ડૉક્ટર સચિનની ફરજ જિલ્લા હોસ્પિટલ જેપીમાં બનેલા આઇસોલેશન વૉર્ડમાં લગાવવામાં આવી છે.
કોરોના સામે લડતા આ ડૉક્ટરે કારને બનાવ્યું ઘર, કહ્યું- આ જંગમાં પાછળ નથી હટવું
કોરોના વાઇરસ સામેના જંગમાં ડોકટરો સતત ફરજ પર હોય છે. જેથી કોરોનાના કહેરથી લોકો બચી શકે. આવા સમયે, ડૉક્ટર પાસે ન પોતાના માટે સમય છે, ન તો તેમના પરિવારને મળવાનો સમય છે.
MP
સતત ફરજ બજાવવાને કારણે ડૉ સચિનને તેમના ઘરે જવા માટે સમય મળી શકતો નથી. જેના કારણે તેણે પોતાની કારને પોતાનું ઘર બનાવ્યું. ત્યારે મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પણ ટ્વીટ કરી ડૉ સચિનના વખાણ કર્યા છે.
ડૉક્ટર સચિને કહ્યું હતું કે ખતરો તો સૈનિકને પણ છે, પરંતુ તે યુદ્ધથી પીછેહઠ કરતા નથી. ડૉ. સચિને લોકોને અપીલ કરી છે કે બધા તેમના ઘરે રહે, જેથી કોરોના વાયરસની સાંકળ તૂટી શકે.