ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તેલંગણામાં રીક્ષાથી કબ્રસ્તાન લવાયો કોરોના સંક્રમિતનો મૃતદેહ - gujaratinews

તેલંગણાના નિઝામાબાદમાં હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. મૃતદેહ લઇ જવા માટે એમ્બ્યુલન્સ નહીં, પરંતુ મૃતદેહને ઑટો રીક્ષામાં લઇ જવાની ફરજ પાડી હતી. વાંચો શું છે સમગ્ર સમાચાર...

autorickshaw in Telangana
autorickshaw in Telangana

By

Published : Jul 12, 2020, 9:37 AM IST

હૈદરાબાદ: દેશભરમાં કોરના વાઈરસની મહામારી વધી રહી છે. આ વાઈરસથી મૃત્યુઆંકની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોના સંક્રમણના મૃતદેહના અંતિમસંસ્કારને લઈને પર લાપરવાહી જોવા મળી રહી છે. હ્રદયને હંચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. તેલંગણાના નિઝામાબાદ શહેરમાં કોરોના સંક્રમિતોના મૃતદેહને રીક્ષામાં કબ્રસ્તાન લાવવામાં આવ્યો હતો. જે ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મૃતદેહને રીક્ષામાં લઈ જવામાં આવતા નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું હતુ. જ્યારે ઑટોમાં મૃતદેહને લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે મૃતદેહ રીક્ષાની બંને બાજુથી બહાર નીકળેલો હતો. આ દ્રશ્ય જોઈ સૌ કોઈ હેરાન રહી ગયા હતાં.

રીક્ષા ડ્રાઈવરે માસ્ક તો પહેર્યુ હતું, પરંતુ પીપીઈ કીટ પહેર્યો નહોતો. જ્યારે આવી સ્થિતિમાં પીપીઈ કીટ પહેરવી જરુરી છે. તેમજ મૃતદેહને માત્ર હોસ્પિટલમાં જ લઈ જવામાં આવે છે, ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે, હોસ્પિટલમાં એક સાથે 3 લોકોના મોત થતા કોરોના દર્દીના મૃતદેહને રીક્ષા દ્વારા લઈ મોકલવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના બાદ જિલ્લા કલેક્ટર સી. નારાયણ રેડ્ડીએ કહ્યું કે, સમગ્ર ઘટના પર તપાસના આદેશ આપવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details