- કોરોના વેક્સિનના ઈમરજન્સી ઉપયોગને જલદી મળી શકે છે મંજૂરી: ડો. હર્ષવર્ધન
- પત્રકાર પરિષદમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને કરી જાહેરાત
- 2 જાન્યુઆરીએ તમામ રાજ્યો અને UT દ્વારા કોવિડ-19 રસીનું કરાશે ડ્રાય રન
નવી દિલ્હી: કોરોના વેક્સિનના ડ્રાય રન અંગે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કોરોના વેક્સિનના ઈમરજન્સી ઉપયોગને જલદી મંજૂરી આપવામાં આવી શકે છે.
આપને જણાવી દઈએ કે, આ પહેલાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, 2 જાન્યુઆરીના રોજ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા કોવિડ-19 રસીકરણનું ડ્રાય રન કરવામાં આવશે. જેથી રસીકરણ અભિયાનમાં આવનારા પડકાર અને યોજનાના અમલીકરણ વચ્ચે આવનારી તકલીફો અંગે માહિતી મેળવી શકાય. આ કવાયતને તમામ રાજ્યની રાજધાનીઓમાં ઓછામાં ઓછા ત્રણ સત્ર સ્થળે શરૂ કરવાનો પ્રસ્તાવ છે.