નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન રવિ શંકર પ્રસાદ સેલ્ફ આઇસોલેટ થયા છે. મળતી માહિતી પ્રમાણે રવિશંકર પ્રસાદમાં કોરોના વાઇરસના કોઇ પણ લક્ષણ નથી, આમ છતા તે સેલ્ફ આઇસોલેટ થયા છે. કારણ કે, રવિવારના રોજ ગૃહ પ્રધાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગૃહ પ્રધાન અમિત શાહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા અગાઉ રવિશંકર પ્રસાદ તેમને મળ્યા હતા.
COVID-19: કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ સેલ્ફ ક્વોરેન્ટાઈન થયા - લોકસભાના સાંસદ
ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારના રોજ કોરોના વાઇરસના સંક્રમણમાં આવ્યા હોવાની માહિતી આપી હતી. આ ઉપરાંત તેમણે સંપર્કમાં આવેલા તમામ લોકોને સેલ્ફ આઇસોલેટ થવા અંગે કહ્યું હતું. જેથી કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ સેલ્ફ આઇસોલેટ થયા છે.
COVID-19: કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ સેલ્ફ કોરોન્ટાઇન થયા
ઉલ્લેખનીય છે કે, ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારના રોજ પોતે કોરોના પોઝિટિવ હોવાની માહિતી ટ્વીટ કરી જણાવી હતી. જ્યારબાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.