ન્યૂઝ ડેસ્ક: મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ રેડસીરના એક અહેવાલ મુજબ ઓવર ધ ટોપ (OTT) ઓડીયો પ્લેટફોર્મને નફાકારક બનાવવા માટે ભવિષ્યમાં પેઇડ સબસ્ક્રાઇબર્સનુ પ્રમાણ કુલ વપરાશકારોના છ ટકા જેટલુ વધારવાની જરૂર છે. ભારતમાં ઓટીટી ઓડીયો પ્લેટફોર્મ સામાન્ય રીતે ત્રણ મોડલ પર કાર્યરત છે. હાલમાં જાહેરાત આધારિત મોડેલ અને અને બંડલ મોડેલ ઓટીટી ઓડીયો પ્લેટ ફોર્મની આવકના મુખ્ય સ્ત્રોત ગણાય છે. જો કે વધુ સારી આવક માટે સબસ્ક્રાઇબ આધારિત મોડેલ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યુ છે.
હાલમાં, સબ્સ્ક્રિપ્શન-આધારિત વપરાશકર્તાઓ કુલ વપરાશકર્તા આધારનો 1 ટકા હિસ્સો ધરાવે છે અને મોટાભાગની આવક એપ્લિકેશનમાં જાહેરાત દ્વારા લેવામાં આવે છે. જોકે, સબ્સ્ક્રિપ્શન / વપરાશકર્તાની સરેરાશ આવક આશરે 80 ટકા જેટલી છે, જે વપરાશકર્તાઓ દીઠ જાહેરાતથી મેળવે છે. જેથી પોતાની નફાકારકતા વધારવા માટે કંપનીઓ પોતાના સબસ્ક્રિપ્શન વપરાશ કર્તાને વઘારવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્ચા છે. રેડસીયરે જણાવ્યુ છે કે વર્તમાનમાં કોવિડ-19 ના કારણે આ પ્લેટફોર્મના ઉપયોગમાં ખુબ મોટાપ્રમાણમાં વધારો થશે તેવી પુરેપુરી સંભાવનાઓ છે. આ પ્લેટફોર્મ સબસ્ક્રાઇબમાં પણ એકવાર વધારો કરી શકે તેમ છે. અને જે મજબુત વિકાસ આપશે.