PhonePe મની ટ્રાન્સફ એપ દ્વાર #i4India મુવમેન્ટ શરુ કરી છે. લોકડાઉન દરમિયાન આપણે સૌને સલામત અને તંદુરસ્ત રાખવા માટે દિવસ રાત મહેનત કરતી આપણી સરકારી સંસ્થાઓ, ડૉક્ટર્સ, આરોગ્ય કર્મીઓ અને અન્ય ઇમરજન્સી સેવા પ્રદાતાઓના અલૌકિક પ્રયાસોને સમર્થન આપવાનો વિનમ્ર પ્રયાસ છે.
ફોનપે પ્લેજ: જેટલા ભારતીય નાગરિકો પ્લેજ વિન્ડો દરમિયાન UPIનો ઉપયોગ કરીને ફોનપે ઍપ મારફતે પીએમ કેર્સ ફંડમાં દાન આપશે. તે પ્રત્યેક નાગરિકદીઠ ફોનપે પીએમ કેર્સ ફંડમાં રૂપિયા 10નું દાન કરશે.
જો એક કરોડ ભારતીયો ફોનપે ઍપનો ઉપયોગ કરીને પીએમ કેર્સ ફંડમાં દાન કરશે. તો ફોનપે એક ભારતીય દીઠ રૂપિયા 10 એમ કરીને એક કરોડ ભારતીયો માટે રૂપિયા 10 કરોડનું પીએમ કેર્સ ફંડમાં દાન કરશે. અમે પીએમ કેર્સ ફંડમાં રૂપિયા એક સો કરોડ સુધીનું મહત્તમ યોગદાન આપવાનું વચન આપીએ છીએ.
ફોનપે અપીલ: આ ઝુંબેશને ઇતિહાસની સૌથી મોટી માનવ પરોપકાર ઝુંબેશ બનાવવાના અમારા પ્રયાસમાં કૃપા કરીને અમારી સાથ જોડાઓ. કોઇ પણ દાન નાનું કે મોટું હોતું નથી. માત્ર ભાવના મહત્વની છે. આપણે વિશ્વને બતાવી દઇએ કે ભારતીયો સંકટના સમયે હંમેશા સમાજની મદદ કરે છે, ફોનપેના સીઇઓ સમીર નિગમે લોકોને અપીલ કરતા ટ્વીટ કર્યું હતું.
PhonePe #i4India ચળવળ કેવી રીતે કામ કરે છે:-