નવી દિલ્હી : ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસે તમામ રેકોર્ડ તોડ્યા છે. કોરોના વાઈરસના નવા 77,266 કેસ નોંધાયા છે. તેમજ 24 કલાકમાં 1,057 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસની સંખ્યા 33,87,501 થઈ છે. જેમાં 25,83,948 દર્દીઓ સ્વસ્થ થયા છે અને 7,25,991 લોકોની સારવાર ચાલી રહી છે. એક્ટિવ કેસની સંખ્યા 7,42,023 થઈ છે.
કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં દેશમાં 77,266 નવા કેસ નોંધાયા, 1057 લોકોના મોત
દેશમાં કોરોના વાઈરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઈરસના નવા 77,266 દર્દીઓ નોંધાયા છે. કોરોનાના કેસનો કુલ આંકડો 33,87,501 પર પહોંચી ગયો છે.
કોરોના
દેશભરમાં કોરોના મહામારીથી મૃત્યુઆંક 61,529 પર પહોંચ્યો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં કોવિડ -19 દર્દીઓની રિકવરીનો દર 76.24 ટકા છે. આરોગ્ય મંત્રાલયે લીધેલા વિવિધ પગલાંને લીધે મૃત્યુ દર રાષ્ટ્રીય સ્તરે ઘટીને 1.83 ટકા થયો છે.