ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો 12.87 લાખને પાર, 30 હજાર કરતાં વધુના મોત - COVID-19 in India

ભારતમાં કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 24 જુલાઈ સુધી જાહેર કરેલા આંકડા અનુસાર દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 12.87 લાખથી વધુ લોકો સંક્રમણની જાહેરાત થઈ છે. સરકાર અનુસાર કોરોના સંક્રમણના કારણે સારવાર લઈ રહેલા 8.17 લાખથી વધુ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

COVID-19
COVID-19

By

Published : Jul 24, 2020, 10:55 AM IST

હૈદરાબાદ : ભારતમાં કોરોના વાઈરસ સંક્રમણથી 30,601 લોકોના મોત થયા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરેલા આંકડા અનુસાર ભારતમાં 35 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કોરોના વાઈરસના સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 49,310 નવા કેસ સામે આવ્યા છે અને 740 લોકોના મોત થયા છે.

ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 12,87,945 સુધી પહોચી છે. જેમાં 4,40,135 કેસ એક્ટિવ છે. 8,17,209 કોરોના સંક્રમિત લોકોને સારવાર બાદ સ્વસ્થ થયા છે. જ્યારે 30,601 લોકોના મોત થયા છે.

સ્વાસ્થ મંત્રાલય મુજબ કોરોનાથી સ્વસ્થ થયાના દર્દીઓનો દર 62.72 ટકા છે. આપને જણાવી દઈએ કે, આંકડાઓ સતત બદલતા રહે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય જુદા જુદા રાજ્યો અને દૂરના વિસ્તારોમાં કેસની પુષ્ટિ કર્યા બાદ જ અંતિમ આંકડા જાહેર કરે છે.

ABOUT THE AUTHOR

...view details