ચંદૌલી: કોરોના વાઇરસને કારણે વૈશ્વિક મહામારીના કારણે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનને કારણે લોકો ઘણી જગ્યાએ અટવાયેલા છે. મહાનગરોમાં ફસાયેલા લોકો ભૂખમરાની આરે પહોંચી ગયા છે. હવે લોકડાઉન 14 દિવસ માટે વધારવામાં આવ્યું છે, આવી સ્થિતિમાં, રાજ્ય સરકારો સ્થાનિક કામદારોને પરત તેમના રાજ્યમાં મોકલી રહી છે. કોવિડ -19 સ્પેશિયલ ટ્રેન રાજસ્થાનના જયપુરથી 1200 કામદારોને લઇ બિહારની રાજધાની પટણા માટે રવાના થઈ હતી.
જયપુરથી પટના જઇ રહેલી શ્રમિક વિશેષ ટ્રેન પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન પર પહોંચી
જયપુરથી પટના જઇ રહેલી કોવિડ -19 શ્રમિક વિશેષ ટ્રેન શનિવારે પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન પર પહોંચી હતી, ટ્રેનમાં 1200 મજૂર હતા. દરેક માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
લોકડાઉન દરમિયાન, ઘણા પ્રાંતોમાં ફસાયેલા મજૂરોને ઘરે પાછા મોકલવા માટે જયપુરથી દાનાપુર સુધી ટ્રેન ચલાવવામાં આવી છે. કોવિડ-19 શ્રમિક સ્પેશિયલ ટ્રેન શનિવારે પંડિત દીન દયાળ ઉપાધ્યાય જંકશન પ્લેટફોર્મ નંબર બે પર પહોંચી હતી. જ્યાં આઈઆરસીટીસી દ્વારા લંચ અને પાણીની સુવિધા આપવામાં આવી હતી. આ વ્યવસ્થા બિહાર સરકાર દ્વારા કરવામાં આવી હતી, ટ્રેનમાં કુલ 1200 મજૂર હતા. આ વિશેષ ટ્રેન લગભગ 20 મિનિટ સુધી સ્ટેશન પર રોકાઈ હતી.
સ્ટેશન પર શૌચાલયની સફાઇની સાથે ટ્રેનોમાં પાણી પુરૂ પાડવામાં આવતું હતું. સ્પેશિયલ ટ્રેન સ્ટેશને પહોંચે તે પહેલા ડીઆરએમ, આરપીએફ કમાન્ડન્ટ અને સ્થાનિક પોલીસ કર્મચારી બંદોબસ્તનું નિરિક્ષણ કરવા સ્ટેશન પર પહોંચ્યા હતા.