બેંગલુરુ: પરપ્રાતિંય કામદારો, નાના ખેડુતો અને ગરીબ વ્યક્તિઓ માટેનું બીજા તબક્કાનું નાણાકીય ઉત્તેજના પેકેજ ઘણી બધી વસ્તુઓનું મિશ્રણ છે જેમાં ભાડુત ખેડુતો ( ભાગીયા) ને રાહત આપવામાં આવી નથી.
આઇ.આઇ.એમ-અમદાવાદ ખાતેના સેન્ટર ફોર મેનેજમેન્ટ ઇન એગ્રીકલ્ચર પ્રોફેસર સુખપાલસિંઘના જણાવ્યા અનુસાર કોવિડ-19 ફાટી નીકળવાના કારણે થયેલા લોક ડાઉનની સૌથી વધુ અસર ભાડુત ખેડુતો ( ભાગીયા)ને થઇ છે.
જેમાં વધુ મુશ્કેલીઓ ઉમેરો કરી રહ્યા છે તે છે લણણી પછીના માર્કેટિંગના જોખમો, જેને ધ્યાન પર જ લેવામાં આવ્યા નથી. સુખપાલ,વધુમાં જણાવે છે કે, આ ઉત્તેજના પેકેજ કેવી રીતે પૂરતું નથી અને ખેડૂતો માટે ઘણું કરવાની જરૂર છે.
લક્ષ્યની ચિંતા
સુખપાલ મુજબ, નાબાર્ડ દ્વારા રૂ. 30,000 કરોડના સૂચિત વધારાના પુન:ર્ધિરાણ સહાયતા દેશના કુલ 11 કરોડ ખેડુતોમાંથી માત્ર 3 કરોડ ખેડૂતને આવરી લેશે.
તેમણે જણાવ્યું કે “ જોકે એ સારી વાત છે કે આ કટોકટીના સમયમાં કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે વધારાના નાણાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, પરંતુ આ 3 કરોડ નાના અને સીમાંત ખેડુતોને ખરેખર લક્ષ્યમાં કેવી રીતે લેવામાં આવ્યા તે સ્પષ્ટ કરવામાં આવ્યુ નથી .
કેસીસીની અસરકારકતા
ડેટાનો ઉલ્લેખ કરી, સુખપાલે જણાવ્યું હતું કે, કુલ કિસાન ક્રેડિટ કાર્ડ્સ (કેસીસી) માં માત્ર 10-11 ટકા માન્ય છે.