ગુજરાત

gujarat

ETV Bharat / bharat

COVID-19 સાથે જોડાયેલા ફિશિંગ એટેકમાં 667 ટકાનો જંગી વધારો - કોરોના વાયરસ

કોરોના વાઈરસ અને COVID-19ના નામે ઈ-મેઇલ એટેકનું પ્રમાણે ફેબ્રુઆરીના અંત ભાગથી 667 ટકા વધી ગયું છે એમ એક અહેવાલમાં જણાવાયું છે. COVID-19 પર જ બધાનું ધ્યાન કેન્દ્રીત થઈ રહ્યું છે ત્યારે કેટલાક ફિશિંગ કેમ્પેઇન તેનો લાભ લઈને માલવેર અને કમ્પ્યુટર વાયરસ મોકલીને છેતરપિંડી કરી રહ્યાં છે. યુઝર્સની માહિતી ચોરી લઈને તેમના બેન્ક ખાતામાંથી નાણાંની ઉપાચત કરવાની કોશિશો ચાલી રહી છે એમ બેરાક્યુડા નેટવર્ક્સના અહેવાલમાં જણાવાયું છે. ક્લાઉડ આધારિત સિક્યુરિટી અને ડેટા પ્રોટેક્શન આપતી આ કંપનીએ નકલી ઇમેઇલથી સાવધાન રહેવા જણાવ્યું છે.

COVID-19 સાથે જોડાયેલા ફિશિંગ એટેકમાં જંગી 667% ટકાનો વધારો
COVID-19 સાથે જોડાયેલા ફિશિંગ એટેકમાં જંગી 667% ટકાનો વધારો

By

Published : Mar 29, 2020, 8:45 PM IST

ન્યૂઝ ડેસ્ક: અત્યાર સુધી જે રીતે સાયબર છેતરપિંડી થતી આવી છે તે રીતે જ આ કામ થઈ રહ્યું છે. સામાન્ય રીતે થતા ફિશિંગ પ્રમાણે જ લલચામણા મેસેજ મોકલાય છે. પરંતુ અત્યારે કોરોના વાયરસના કારણે લોકો ભારે ચિંતામાં પડ્યા છે ત્યારે કમ્પ્યુટર કે સ્માર્ટફોન યુઝરને લલચાવવા માટે કોરોનાના નામે ટ્રીક અપનાવાય છે. લોકો ચિંતામાં છે ત્યારે કોરોના વિશેની માહિતી હશે તેમ સમજીને ક્લિક કરવા માટે લલચાઇ જાય છે.

બેરાક્યુડાના સંશોધકોએ કરેલી તપાસમાં ખ્યાલ આવ્યો કે પહેલી માર્ચથી 23 માર્ચ સુધીમાં 467,825 સ્પિયર ફિશિંગ ઇમેઇલ એટેક જોવા મળ્યા હતા. ઇમેઇલ દ્વારા છેતરપિંડીના આ પ્રયાસોમાં 9,116 COVID-19 સાથે સંકળાયેલા હતા. કુલ એટેકમાં આ રીતે લગભગ 2 ટકા પ્રમાણ કોરોનાના નામે થઈ રહ્યું હતું.

આની સામે ફેબ્રુઆરીમાં કોરોના વાઈરસના નામે કુલ 1,188 ઇમેઇલ એટેક જોવા મળ્યા હતા. તેના આગલા મહિનાની વાત કરીએ તો જાન્યુઆરીમાં માત્ર 137 ઇમેઇલ COVID-19ના વિષયનો ઉપયોગ કરીને લોકોને ભ્રમમાં નાખવાની કોશિશ થઈ હતી.

ઓનલાઇન જે જોખમ હોય છે તેના પ્રમાણમાં હજી COVID-19ના નામે થતા એટેક ઓછા છે, પણ તેમાં બહુ ઝડપથી વધારો થઈ રહ્યો છે એમ અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું.
બેરાક્યુડાના સંશોધકોનું કહેવું છે કે તેમને કુલ ત્રણ પ્રકારના ફિશિંગ એટેક કોરોના વાયરસ અથવા COVID-19ના નામે જોવા મલ્યા છે. એક સ્કેમિંગ એટલે કે છેતરપિંડી, બીજું બ્રાન્ડ ઇમપર્સોનેશન એટલે કે ભળતા નામની બ્રાન્ડનો ઉપયોગ અને ત્રીજું બિઝનેસ ઇમેઇલમાં ભાંગફોડ.

બેરાક્યુડાએ કોરોના વાયરસ સાથે જોડાયેલા એટેકનું વિશ્લેષણ 23 માર્ચ સુધીમાં કર્યું તેમાં 54 ટકા સ્કેમિંગ માટેના હતા, 34 ટકા બ્રાન્ડ ઇમ્પર્સોનેશનના હતા અને 11 ટકા બ્લેકમેઇલ માટેના હતા અને 1 ટકા બિઝનેસ ઇમેઇલના હતા.

ABOUT THE AUTHOR

...view details