ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના મહામારી: ગેહલોત સરકારે ફટાકડાના વેચાણ અને આતિશબાજી પર લગાવ્યો પ્રતિબંધ

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોતે કહ્યું કે, કોરોના મહામારીના સમયમાં લોકોના જીવનની રક્ષા સરકાર માટે સર્વેપરી છે. આ કારણે રાજ્ય સરકારે કોરોના વાઈરસની મહામારીને જોઈ ફટાકડાના વેચાણ અને આતિશબાજી કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

કોરોના મહામારી
કોરોના મહામારી

By

Published : Nov 2, 2020, 12:03 PM IST

જયપુરઃ અશોક ગહેલોત રવિવાર રાત્રે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ, નો માસ્ક-નો એન્ટ્રી અને શુદ્ધ માટે યુદ્ધ અભિયાનની સમીક્ષા કરી રહ્યા હતા. મુખ્યપ્રધાનની બેઠકમાં અનલોક-6ની ગાઈડલાઈન પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાને ફટાકડાના ધુમાડાથી કોરોના વાઈરસથી સંક્રમિત લોકો તેમજ સામાન્ય લોકોના સ્વાસ્થયને લઈ રાજ્ય સરકારે ફટાકડાના વેચાણ પર તેમજ આતિશબાજી કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમજ ધુમાડાથી પ્રદુષણ ફેલાવનારા વાહનો પર કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

દીવાળી પર લોકો આતિશબાજીથી બચે

અશોક ગહેલોતે કહ્યું કે, કોરોના મહામારીના આ પડકારમાં પ્રદેશવાસીઓના જીવનની રક્ષા સરકાર માટે સર્વેપરી છે. તેમણે કહ્યું કે, આતિશબાજીથી નીકળનાર ધુમાડાના કારણે કોરોના સંક્રમિત દર્દીની સાથે શ્વાસની બિમારીના રોગીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે દીવાળી પર લોકો આતિશબાજીથી બચે. મુખ્યપ્રધાન ગહલોતે ફટાકડાના વેચાણ માટે અસ્થાયી લાયસન્સ પર પ્રતિબંધ લગાવવાના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે, લગ્ન તેમજ અન્ય સમારોહમાં પણ આતિશબાજી રોકવામા આવે.

કેટલાક દેશોમાં ફરી કોરોના કહેર શરુ થયો

મુખ્યપ્રધાને કહ્યું કે, જર્મની, બ્રિટેન, ફ્રાંસ, ઈટલી તેમજ સ્પેન જેવા વિકસિત દેશોમાં કોરોનાનો બીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે. કેટલાક દેશોમાં તો ફરી લોકડાઉન લાદવામાં આવ્યું છે. આપણે આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે આપણે સૌએ સાવધાની રાખવી જરુરી છે. ગહલોતે કહ્યું કે, પ્રદેશમાં 200 ચિકિત્સકોની ભરતી પ્રકિયા જલ્દી પુરી કરવામાં આવશે. જેનાથી કોરોના સહિત અન્ય રોગોની સારવાર માટે મદદ મળશે.

શિક્ષણ સંસ્થા 16 નવેમ્બર સુધી બંધ

અનલોક-6ના દિશા નિર્દેશ પર ચર્ચા દરમિયાન પ્રમુખ શાસન સચિવ ગૃહ અભય કુમારે જણાવ્યું કે, રાજ્યમાં શાળા-કોલેજો સહિત શિક્ષણ સંસ્થા તેમજ કોચિંગ સેન્ટર 16 નવેમ્બર સુધી નિયમિત શૌક્ષણિક કામગીરીમાટેબંધ રહેશે. તો સ્વિમિંગ પૂલ, સિનેમા હોલ, થિયેટર, મલ્ટીપ્લેક્સ, પાર્ક આદેશ અનુરુપ 30 નવેમ્બર સુધી બંધ રહેશે. લગ્ન સમારોહમાં મહેમાનોની સંખ્યા 100ની રહેશે.

ABOUT THE AUTHOR

...view details