નવી દિલ્હીઃ ભારતીય રેલવે કોવીડ-19ના કારણે ડ્યૂટી પરના દિલ્હી પોલીસ કર્મીઓને 3 મે સુધી દરરોજ 10,000 પાણીની બોટલનું મફતમાં વિકરણ કરશે. રેલવેએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 50,000થી વધુ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે.
દિલ્હી પોલીસને દરરોજ 10 હજાર પાણીની બોટલ પહોંચાડશે ભારતીય રેલ - દિલ્હી પોલીસને રેલ્વે પાણીની બોટલ આપશે
ભારતીય રેલવે કોવીડ-19ના કારણે ડ્યૂટી પરના દિલ્હી પોલીસ કર્મીઓને 3 મે સુધી દરરોજ 10,000 પાણીની બોટલનું મફતમાં વિકરણ કરશે. રેલવેએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 50,000થી વધુ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે.
![દિલ્હી પોલીસને દરરોજ 10 હજાર પાણીની બોટલ પહોંચાડશે ભારતીય રેલ etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6882731-310-6882731-1587483245923.jpg)
કોરોના વાઇરસના કારણે દેશમાં લોકડાઉન છે ત્યારે આ મુશ્કેલીભર્યા સમયમાં ભારતીય રેલવે દિલ્હી પોલીસ માટે પાણીની બોટલની વ્યવસ્થા કરી રહી છે. ભારતીય રેલવે કોવીડ-19ના કારણે ડ્યૂટી પરના દિલ્હી પોલીસ કર્મીઓને 3 મે સુધી દરરોજ 10,000 પાણીની બોટલ મફતમાં આપવાની વ્યવસ્થા કરશે. રેલવેએ માહિતી આપી હતી કે, અત્યાર સુધીમાં 50,000થી વધુ બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ભારતીય રેલવેએ જરૂરિયાતમંદોને 20 લાખથી વધુ ફૂડ પેકેટનું પણ વિતરણ કર્યુ હતું. આ કાર્ય બદલ ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂએ ટ્વીટ કરી રેલવેની પ્રશંસા કરી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું કે ' હું ભારતીય રેલવે નમસ્કાર કરૂં છું, કે જેમણે લોકડાઉનમાં ગરીબ જરૂરિયાતમંદોને 20 લાખ ગરમ રાંધેલા ફૂડ પેકેટનું વિતરણ કર્યુ છે. આ મહામારી દરમિયાન રેલવેના આ પ્રયત્નથી દૈનિક મજૂરી કરનારા, કુલીઓ, બાળકો તેમજ બેઘર લોકોને મોટી રાહત મળી છે.