નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારીની સમસ્યા જટીલ બનતી જાય છે. લોકડાઉન પછી જેમ જેમ દેશ અનલોક થઇ રહ્યો છે, ત્યારે કોરોનાના વધુ કેસ સામે આવી રહ્યા છે. અમુક રાજ્યોમાં સ્થિતિ ચિંતાજનક બની ગઇ છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં કોરોનાના એક લાખ કેસ થઇ ગયા છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ દિવસે દિવસે કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. આવા સમયે પણ વિરોધી પક્ષો રાજકીય ટિપ્પણી કરવાની કોઈ તક છોડતા નથી.
ભારત એક ખોટી રેસ જીતવાના માર્ગ પર છે: રાહુલ ગાંધી - કોરોના મહામારી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે કોરોના સંકટને લઇને મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું કે, "ભારત એક ખોટી રેસ જીતવાના માર્ગ પર છે."
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે કોરોના સંકટને લઇને મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. પોતાના ટ્વિટમાં રાહુલે લખ્યું કે, "ભારત એક ખોટી રેસ જીતવાના માર્ગ પર છે."
રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં 20 સેકન્ડનો વીડિયો પણ મૂક્યો છે. જેમાં કોરોના વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત દેશોની સૂચિ બનાવવામાં આવી છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, 17 મેથી ભારતનું સ્થાન સતત વધી રહ્યું છે. હવે આપણે વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં ચોથા સ્થાન પર છીએ.