નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ શનિવારે કહ્યું હતું કે, ભારત માટે તાત્કાલિક કોરોના વાઈરસ માટેનું પરીક્ષણ વધારવું હિતાવહ બની ગયું છે. જેનું પરિણામ લાવવા માટે સરકારે લોકડાઉનનો ઉપયોગ કરી વધુ લોકોની તબીબી તપાસ કરવ જોઈએ.
કોરોના મુદ્દે પ્રિયંકાનો સરકાર પર વાર, સરકાર મેડિકલ સ્ટાફની સુરક્ષા અને પગાર પર ધ્યાન નથી આપી રહી - લોકડાઉન
કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ શનિવારે કહ્યું હતું કે, ભારત માટે તાત્કાલિક કોરોના વાઈરસ માટેનું પરીક્ષણ વધારવું હિતાવહ બની ગયું છે. જેનું પરિણામ લાવવા માટે સરકારે લોકડાઉનનો ઉપયોગ કરી વધુ લોકોની તબીબી તપાસ કરાવવી જોઈએ. કોરોના મુદ્દે પ્રિયંકા ગાંધીએ સરકાર પર પ્રહાર કરતા લખ્યું કે, સરકાર મેડિકલ સ્ટાફની સુરક્ષા અને પગાર પર ધ્યાન આપી રહી નથી.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, નર્સ અને તબીબી કર્મચારીઓની સુરક્ષ માટેના ઉપકરણો આપવા જાઇએ. તબીબી કાર્મચારીઓના પગારમાં કાપ મૂકવાનો આક્ષેપ કરતા પ્રિંયકાએ કહ્યું કે, આ સમય તબીબી કર્મચારીઓને સહકાર આપવાનો છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, "આ કર્મચારીઓ જીવનદાન આપનારા યોદ્ધાઓની જેમ મેદાનમાં ઉતર્યા છે. નર્સો અને મેડિકલ સ્ટાફને સુરક્ષા ન આપી તેમના પગારમાં ઘટાડો કરીને મોટો અન્યાય કરવામાં આવી રહ્યો છે."
કોગ્રેસના મહાસચિવે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારે રોગની ગંભીરતા અને પરીક્ષણની ગંભીરતા સમજી તબીબી તપાસમાં વધારો કરવો જોઈએ. આ લોકડાઉન પરિણામો લાવવા માટે છે. દેશમાં તબીબી માળખાગત સિસ્ટમોને ટેકો આપવા માટે મોટાપાયે લોકોનું પરીક્ષણ થવું જરૂરી છે.