બેંગલુરુઃ વીડિયોમાં 55 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ રસ્તા પર રાખવામાં આવ્યો છે અને તેમાં તેમના સંબંધીઓ મૃતદેહની બાજુમાં ઉભા છે. મૃતકની પત્નીએ કહ્યું કે, મૃતક દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેમની ઘરે જ સારવાર કરવામાં આવતી હતી.
બેંગલુરુ: કોવિડ-19ના દર્દીનો મૃતદેહ રસ્તા પર રખાયો, એમ્બ્યુલન્સ 2 કલાક પછી પહોંચી
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં કોરોના વાઇરસ સંક્રમિત દર્દીના મૃત્યુ બાદ તેમના પરિવારોને એમ્બ્યુલન્સ માટે બે કલાક રાહ જોવી પડી હતી. આ દરમિયાન દર્દીનો મૃતદેહ રસ્તા પર રાખવામાં આવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે.
મૃતક વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. પરિસ્થિતિ વધુ ખરાબ થતા પત્નીએ હોસ્પિટલને જાણ કરી એમ્બ્યુલન્સ મોકલવાનું કહ્યું હતુ. એમ્બ્યુલન્સને આવતા વાર લાગી હતી. પરિવારના સભ્યોએ ઓટો રિક્ષામાં હોસ્પિટલમાં લઈ જવાનું નક્કી કર્યું હતું. જોકે, ઘરની બહાર નીકળતાંની સાથે જ રસ્તામાં તેનું મોત નિપજ્યું હતું. એમ્બ્યુલન્સ 2 કલાક મોડી પડી હતી.
પ્રભારી પ્રધાન આર. અશોકે જણાવ્યુ હતું કે, જવાબદાર લોકો સામે કડ્ક કાર્યવાહી કરવામાં આવશે. બેંગલુરુ મ્યુનિસિપલ કમિશનર અનિલ કુમારે જણાવ્યું કે, આ મામલે તપાસના આદેશ આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યુ કે, આ કેસમાં તપાસનો આદેશ આપવામાં આવ્યો છે અને અમે ખાતરી આપીશું કે, આવી ઘટનાઓ ભવિષ્યમાં ફરી કયારેેય નહીં બને.