ભુવનેશ્વર: વૈશ્વિક મહામારી કોરોના વાઈરસને લઈને ઓડિશામાં પણ અગમચેતીના પગલાં લેવામાં આવ્યાં છે. વિકાસ આયુક્ત એસ.સી.મોહાપાત્રે જણાવ્યું હતું કે, દર્દીઓનો ઈલાજ કરી રહેલા ડૉક્ટર અને નર્સને PPE આપવામાં આવ્યા છે.
ઓડિશા કોવિડ-19: દર્દીઓના ઈલાજ બાદ ડૉક્ટર, નર્સ 14 દિવસ આઈસોલેશનમાં રહેશે - ઓડિશા કોરોના વાઈરસ
વૈશ્વિક મહામારી કોરોના વાઈરસને લઈને ઓડિશામાં પણ અગમચેતીના પગલાં લેવામાં આવ્યાં છે. વિકાસ આયુક્ત એસ.સી. મોહાપાત્રે જણાવ્યું હતું કે, દર્દીઓનો ઈલાજ કરી રહેલા ડૉક્ટર અને નર્સને PPE આપવામાં આવ્યા છે.
ઓડિશા કોવિડ-19 : દર્દીઓના ઈલાજ બાદ ડૉક્ટર, નર્સ 14 દિવસ આઈસોલેશનમાં રહેશે
એસ.સી. મોહાપાત્રે જણાવ્યું હતું કે, 'અત્યારે રાજ્યમાં કોવિડ-19ની 24 હૉસ્પિટલ છે. 20 એપ્રિલથી બીજા હૉસ્પિટલ કાર્યરત થઈ જશે. ડૉક્ટર અને નર્સ 1 મહિનામાં 15 દિવસ કામ કરે છે. 15 દિવસ કામ કર્યા પછી ડૉક્ટર અને નર્સને 14 દિવસ અલગ એટલે કે આઈસોલેશનમાં રાખવામાં આવશે. તેમના માટે અલગ હોટલ અને હોસ્ટેલની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના ભોજન અને જરુરી ચીજવસ્તુઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ દરમિયાન તેઓ તેમના પરિવારજનોને મળી નહીં શકે.'