ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુંબઈના પનવેલ ક્વોરન્ટાઈન સેન્ટરમાં દુષ્કર્મની ઘટના, આરોપી કોરોના સંક્રમિત - coronavirsu news mumbai

નવી મુંબઈ નજીક આવેલા પનવેલમાં ક્વોરન્ટાઈન સેન્ટરમાં એક શખ્સે 40 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. એક પોલીસ અધિકારીએ શુક્રવારે કહ્યું હતું કે, આ ઘટના ગુરુવારે સાંજે સામે આવી જ્યારે મહિલાએ પનવેલ ગ્રામીણ થાણેમાં આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી.

Mumbai
Mumbai

By

Published : Jul 18, 2020, 2:27 PM IST

મુંબઈઃ નવી મુંબઈ નજીક આવેલા પનવેલમાં ક્વોરન્ટાઈન સેન્ટરમાં એક શખ્સે 40 વર્ષીય મહિલા પર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. એક પોલીસ અધિકારીએ શુક્રવારે કહ્યું હતું કે, આ ઘટના ગુરુવારે સાંજે સામે આવી જ્યારે મહિલાએ પનવેલ ગ્રામીણ થાણેમાં આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી.

પોલીસ અધિકારી અશોક દુધેએ જણાવ્યું કે, મહિલામાં કોવિડ-19ના લક્ષણો દેખાવાથી તેને ક્વોરન્ટાઈન સેન્ટરમાં મોકલવામાં આવી હતી. પીડિતાનો જાણીતો આરોપી ગુરુવારે તેના રુમમાં ગયો અને માલિશ કરવાના બહાના તેની સાથે દુષ્કર્મ કર્યુ હતું. પીડિતા સાથે દુષ્કર્મ કરનાર વ્યકિત તેણે ઓળખતો હતો.

પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, અમે કલમ-376 અને 354 હેઠળ દુષ્કર્મનો મામલાની ફરિયાદ નોંધી છે. તે ક્વોરન્ટાઈન સેન્ટરમાં હોવાથી તેની ધરપકડ કરી નથી. જો કે, આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details