ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતમાં ફસાયેલા પોતાના નાગરિકોને પરત મોકલવા પાકિસ્તાન હાઈકમિશને ભારતની મદદ માગી - પાકિસ્તાન ન્યૂઝ

કોરોનાનો કહેર વિશ્વવ્યાપી વધી રહ્યો છે. આ દરમિયાન નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઇકમિશને ભારતમાં ફસાયેલા તેના નાગરિકોને સલામત રીતે પાકિસ્તાન પરત મોકલવા માટે ભારત સરકારની મદદ માગી છે. પાકિસ્તાને ભારતને વિનંતી કરી છે કે તેઓ અટારી-વાઘા સરહદ પરથી ભારતના જુદા-જુદા શહેરોમાં ફસાયેલા તેના નાગરિકોને પાકિસ્તાન પરત મોકલે.

COVID-19
COVID-19

By

Published : Apr 16, 2020, 12:37 PM IST

નવી દિલ્હી: કોરોનાનો કહેર વિશ્વવ્યાપી વધી રહ્યો છે. આ દરમિયાન નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઇકમિશને ભારતમાં ફસાયેલા તેના નાગરિકોને સલામત રીતે પાકિસ્તાન પરત મોકલવા માટે ભારત સરકારની મદદ માગી છે. પાકિસ્તાને ભારતને વિનંતી કરી છે કે તેઓ અટારી-વાઘા સરહદ પરથી ભારતના જુદા-જુદા શહેરોમાં ફસાયેલા તેના નાગરિકોને પાકિસ્તાન પરત મોકલે.

પાકિસ્તાન હાઈકમિશને કહ્યું છે કે દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ફસાયેલા તેના નાગરિકોને 16 એપ્રિલના રોજ સવારે 10 વાગ્યે અટારી-વાઘા બોર્ડર દ્વારા પાકિસ્તાન પરત મોકલવામાં આવે.

પાકિસ્તાન હાઈકમિશનની વિનંતીના જવાબમાં ભારતીય વિદેશ મંત્રાલયના કોવિડ -19 ઇમરજન્સી સેલના અધિક સચિવ અને સંયોજક દમ્મુ રવિએ એક પત્ર લખ્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું છે કે, સંબંધિત રાજ્યોના પોલીસ મહાનિર્દેશકને પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની વ્યવસ્થા કરવા માટે વિનંતી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details