ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઓડિશામાં લોકડાઉન લંબાવાયું, મુખ્યપ્રધાન પટનાયકે કરી જાહેરાત - ઓડિશા સરકાર

દેશમાં કોરોનાનો કહેર વધતો જઇ રહ્યો છે. જેના પગલે ઓડિશા સરકારે રાજ્યમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં કોરોના વાઇરસના સંક્રમણથી 40 કેસ સામે આવ્યા છે.

ઓડિશામાં 30 એપ્રિલ સુધી લોકડાઉન વધારાયુ
ઓડિશામાં 30 એપ્રિલ સુધી લોકડાઉન વધારાયુ

By

Published : Apr 9, 2020, 1:03 PM IST

ભુવનેશ્વર : દેશમાં કોરોનાનો કહેર વધતો જઇ રહ્યો છે. ઓડિશા સરકારે રાજ્યમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. મુખ્ય પ્રધાન નવીન પટનાયકે લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. ઓડિશા લોકડાઉનની મુદત વધારનારો પ્રથમ રાજ્ય બન્યું છે. તે સિવાય રાજ્યમાં શિક્ષણ સંસ્થાઓ 17 જૂન સુધી બંધ રહેશે.

આ સાથે મુખ્ય પ્રધાન પટનાયકે કેન્દ્રથી રેલ અને ફ્લાઇટની સેવાઓને 30 એપ્રિલ સુધી બંધ રાખવાની અપીલ કરી છે.

સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડેલા આંકડાઓ અનુસાર ઓડિશામાં કુલ 42 લોકો કોરાના વાઇરસથી સંક્રમિત છે. જેમાંથી એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું છે અને બે વ્યક્તિઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ મંત્રાલયના દ્વારા સવારે 9 કલાકે જાહેર કરેલા આંકડાઓ અનુસાર દેશમાં 24 કલાકમાં 540 નવા કેસ સામે આવ્યા છે.

દેશમાં કોરોનાથી સંક્રમિતની સંખ્યા 5734 પર પહોંચી છે. જેમાં 5095 લોકોની સારવાર ચાલી રહી છે. જ્યારે 472 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ તકે 166 લોકોના મોત નિપજ્યા છે.

ABOUT THE AUTHOR

...view details